ICC રેન્કિંગમાં બાબર આઝમનો દબદબો, સૂર્યા બીજા ક્રમે યથાવત

[og_img]

  • T20 બેટિંગ રેન્કિંગમાં 818 પોઈન્ટ સાથે બાબર આઝમ નંબર 1
  • સૂર્યકુમાર યાદવ T20 રેન્કિંગમાં નંબર 2 પર યથાવત
  • રેન્કિંગમાં શ્રેયસ અય્યર-રવિ બિશ્નોઈને ફાયદો, ભુવનેશ્વરને નુકસાન

પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમ ICC T20 રેન્કિંગમાં બેટ્સમેનોમાં ટોચ પર યથાવત છે. બીજી તરફ ભારતીય બેટ્સમેન સૂર્યકુમાર યાદવે બીજું સ્થાન જાળવી રાખ્યું છે. આ મહિનાની 27મી તારીખથી શરૂ થઈ રહેલા એશિયા કપમાં ટોચના સ્થાન માટે સૂર્યકુમાર યાદવ અને બાબર આઝમ વચ્ચે રસપ્રદ મુકાબલો થશે.

ICC રેન્કિંગમાં બાબર આઝમનો દબદબો

ICC રેન્કિંગમાં પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમનો દબદબો યથાવત છે. બાબર આઝમે T20 બેટિંગ રેન્કિંગમાં પોતાનું ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે. બાબર આઝમના 818 રેટિંગ પોઈન્ટ છે. બીજી તરફ ભારતીય બેટ્સમેન સૂર્યકુમાર યાદવે વેસ્ટ ઈન્ડિઝ સામેની પાંચ મેચની શ્રેણીમાં સારા પ્રદર્શન છતાં 11 રેટિંગ પોઈન્ટ ગુમાવ્યા છે. જો કે, સૂર્યકુમાર હજુ પણ T20 રેન્કિંગમાં નંબર 2 પર યથાવત છે.

બાબરને પાછળ છોડવાનો મોકો હતો

સૂર્યકુમાર યાદવ પાસે બાબર આઝમને પાછળ છોડવાની તક હતી, પરંતુ વિન્ડીઝ સામે છેલ્લી T20 મેચ ન રમવાના કારણે તેની ઈચ્છા અધૂરી રહી ગઈ હતી. પાકિસ્તાનના કેપ્ટન બાબરે છેલ્લે એપ્રિલમાં T20 ઈન્ટરનેશનલ મેચ રમી હતી, તેમ છતાં તે ટોપ પર છે.

એશિયા કપમાં જામશે જંગ

એશિયા કપ 2022માં ટોચના સ્થાન માટે સૂર્યકુમાર યાદવ અને બાબર આઝમ વચ્ચે રસપ્રદ જંગ જોવા મળશે. એશિયા કપ માટે UAE જતા પહેલા પાકિસ્તાન નેધરલેન્ડ સામે 3 ODI રમશે. બીજી તરફ ટીમ ઈન્ડિયા શિખર ધવનની કેપ્ટન્સીમાં ઝિમ્બાબ્વેમાં 3 મેચની વનડે શ્રેણીમાં ભાગ લેશે.

ભુવનેશ્વર કુમારને રેન્કિંગમાં નુકસાન

વેસ્ટ ઈન્ડિઝ સામેની T20 શ્રેણીમાં સારું પ્રદર્શન કરવા છતાં ભુવનેશ્વર કુમાર બોલિંગ રેન્કિંગમાં નવમા સ્થાને સરકી ગયો છે. બીજી તરફ રવિ બિશ્નોઈ 50 સ્થાનની છલાંગ લગાવીને 44મા સ્થાને પહોંચી ગયો છે. શ્રેયસ અય્યરને પણ T20 રેન્કિંગમાં જબરદસ્ત ફાયદો થયો છે. શ્રેયસ અય્યરે ફ્લોરિડામાં વિન્ડીઝ સામેની પાંચમી મેચ દરમિયાન શાનદાર ઇનિંગ રમી હતી, કારણ કે તે છ સ્થાનની છલાંગ લગાવીને 19માં સ્થાને પહોંચી ગયો હતો.

ICC T20 બેટિંગ રેન્કિંગ

1. બાબર આઝમ (પાકિસ્તાન) – 818

2. સૂર્યકુમાર યાદવ (ભારત) – 805

3. મોહમ્મદ રિઝવાન (પાકિસ્તાન) – 794

4. એઈડન માર્કરામ (દક્ષિણ આફ્રિકા)-792

5. ડેવિડ મલાન (ઇંગ્લેન્ડ) – 731

6. એરોન ફિન્ચ (ઓસ્ટ્રેલિયા) – 716

7. પથુમ નિસાંકા (શ્રીલંકા) – 661

8. ડેવોન કોનવે (ન્યુઝીલેન્ડ) – 655

9. નિકોલસ પૂરન (વેસ્ટ ઈન્ડિઝ) – 644

أحدث أقدم