વંથલી ICDSના કાર્યક્રમમાં હાજર મહિલાઓને વિવિધ સરકારી યોજનાઓની માહિતગાર કરવામાં આવી | Women present at the Vanthali ICDS program were informed about various government schemes
જુનાગઢ12 મિનિટ પહેલા
- કૉપી લિંક
- જૂનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખ, પોરબંદરના સાંસદે કાર્યક્રમમાં હાજરી આપી
જૂનાગઢ,તા.૩૦ ગુજરાત રાજ્ય મહિલા આયોગ અને જૂનાગઢ જિલ્લા પંચાયતના સંયુક્ત ઉપક્રમે નારી સંમેલન કાર્યક્રમનું આયોજન આઈસીડીએસ વંથલી ઘટક દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં આઇસીડીએસની ટીમ દ્વારા મહિલાઓને સરકારની અલગ અલગ યોજનાઓની માહિતી આપવામાં આવી હતી.
આ પ્રસંગે જૂનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખ શાંતાબેન ખટારીયા, પોરબંદરના સાંસદ રમેશભાઈ ધડુક, કારોબારી સમિતિના ચેરમેન કંચનબેન દઢાણિયા, મહિલા અને બાળ વિકાસ સમિતિના અધ્યક્ષ લાભુબેન ગુજરાતી, આઈસીડીએસ શાખા પ્રોગ્રામ ઓફિસર શારદાબેન દેસાઈ, વંથલી તાલુકા પંચાયતના પ્રમુખ લક્ષ્મીબેન મૈતર, ૧૮૧ અભયમના પ્રિયંકાબેન, નારી અદાલતના કો-ઓર્ડીનેટર કિરણબેન, મંડળના પ્રમુખ શારદાબેન રાખોલીયા, વંથલી તાલુકાના મામલતદાર ડી.જે. જાડેજા, મુકેશભાઈ ઠુંમર, અરજણભાઈ દીવરાણીયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.આ સંમેલનમાં સ્વાગત, આભાર દર્શન તેમજ કાર્યક્રમ સંચાલન વંથલી આઈસીડીએસના સીડીપીઓ કંચનબેન પટોળીયા દ્વારા કરવામાં આવ્યુ હતું.
Post a Comment