Monday, August 1, 2022

વડોદરામાં ખાનગી લેબોરેટરીઓમાં સ્વાઇન ફ્લૂ ટેસ્ટિંગના ભાવમાં ઘટાડો કરવા ધારાસભ્યની IMAને રજૂઆત | MLA's submission to IMA to reduce price of swine flu testing in private laboratories in Vadodara


વડોદરા38 મિનિટ પહેલા

ધારાસભ્ય યોગેશ પટેલ

  • ધારાસભ્ય યોગેશ પટેલ આરોગ્ય મંત્રીને પણ રજૂઆત કરશે

વડોદરા શહેરમાં કોરોના અને સ્વાઈન ફ્લૂના દર્દીઓમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે, ત્યારે વડોદરાના માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલે IMA અને કોર્પોરેશનના આરોગ્ય વિભાગને ખાનગી લેબોરેટરીઓમાં સ્વાઇન ફ્લૂના ટેસ્ટિંગ માટે લેવામાં આવી રહેલા ભાવમાં ઘટાડો કરવા રજૂઆત કરી છે. આ ઉપરાંત રાજ્યના આરોગ્ય મંત્રીને પણ સ્વાઇન ફ્લૂ ટેસ્ટિંગના ભાવ ઘટાડવા મુદ્દે રજૂઆત કરનાર છે.

અત્યારે રૂપિયા 4500 લેવામાં આવે છે
વડોદરામાં કોરોના બાદ હવે સ્વાઈન ફ્લૂના કેસોમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. જેમાં સ્વાઈન ફ્લૂના 100 જેટલા કેસ પોઝિટિવ આવતા તંત્રમાં દોડધામ મચી જવા પામી છે. તો બીજી તરફ સ્વાઇન ફ્લુ ટેસ્ટિંગ માટે રૂપિયા 4500 જેટલી તગડી રકમ હોવાના પગલે દર્દીઓ મુશ્કેલીમાં મુકાય છે, ત્યારે ધારાસભ્ય અને પૂર્વ મંત્રી યોગેશભાઈ પટેલે આ અંગે ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના ગુજરાત પ્રમુખ ડો. મિતેશ શાહ, વડોદરા કોર્પોરેશન આરોગ્ય અમલદાર ડો. દેવેશ પટેલ અને કોરોના સમયે સફળ કામગીરી બજાવનાર ડો. શીતલ મિસ્ત્રી સાથે સ્વાઈન ફ્લૂ ટેસ્ટિંગના ભાવમાં ઘટાડો કરવા જણાવ્યું છે.

સ્વાઇન ફ્લૂના કેસોમાં વધારો થઈ રહ્યો છે
તે સાથે મંગળવારે તેઓ આરોગ્ય મંત્રીને મળી આ બાબતે રજૂઆત કરશે. અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોના કાળમાં પણ ટેસ્ટિંગના ભાવમાં ઘટાડો કરાયો હતો, ત્યારે ગરીબ અને મધ્યમ વર્ગને પોષાય તે રીતે સ્વાઇન ફ્લૂના ટેસ્ટિંગમાં ભાવ ઘટાડો કરવો જરૂરી છે. શહેરમાં દિનપ્રતિદિન સ્વાઇન ફ્લૂના કેસોમાં વધારો થઈ રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે…

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.