ભાવનગર શહેરમાં મેયરના હસ્તે ધ્વજવંદન કરાયું, શહેરના વિશિષ્ટ વ્યકિતઓનું સન્માન કરવામાં આવ્યું | In Bhavnagar city, the flag was hoisted by the mayor, special persons of the city were honored

ભાવનગરએક કલાક પહેલા

  • શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો

ભાવનગર મહાનગરપાલિકાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી આજે ચિત્રા વિસ્તારમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળા ખાતે કરવામાં આવી હતી, ભાવનગરના મેયર કીર્તિબેન દાણીધારીયા દ્વારા ધ્વજવંદન કરી સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી હતી.

ભાવનગર શહેરમાં ઠેરઠેર જગ્યાએ દેશભક્તિના માહોલ વચ્ચે ઉજવણી
આઝાદીનાં 75 વર્ષની ઉજવણીના ભાગરૂપે સમગ્ર દેશમાં આઝાદીકા અમૃત મહોત્સવ દેશ ભક્તિના માહોલ સાથે અને ઉત્સાહ સાથે ઉજવવામાં આવી રહ્યો છે, ત્યારે આજે સ્વતંત્રતા દિવસની પણ ભાવનગર શહેરમાં ઠેરઠેર જગ્યાએ દેશભક્તિના માહોલ વચ્ચે ઉજવણી કરવામાં આવી હતી. સમગ્ર ભાવનગર શહેરમાં આજે તિરંગામય બન્યું હતું. જ્યારે આજે વિવિધ ધાર્મિક, સામાજિક, શૈક્ષણિક સંસ્થાઓ, શહેરની સરકારી કચેરીઓ, નિગમો તેમજ વિવિધ વિસ્તારમાં ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો.

મેયરના હસ્તે શહેરની વિશિષ્ટ વ્યક્તિઓનું સન્માનપત્ર આપી સન્માન
​​​​​​​
ભાવનગર મહાનગરપાલિકા કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ આજે શહેરના ચિત્રા વિસ્તારમાં આવેલી નગર પ્રાથમિક શિક્ષણ સંચાલિત શાળા નંબર 53 ખાતે રંગેચંગે ઉજવવામાં આવ્યો હતો. ભાવનગરના પ્રથમ નાગરિક મેયર કિર્તીબેન દાણીધારીયાએ ધ્વજવંદન કરી અને સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી, શહેરની વિવિધ શાળાના બાળકો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રાસ, ગરબા, નાટકો વગેરે રજૂ કરવામાં આવ્યા હતા. મેયર સહિતના પદાધિકારીઓ, અધિકારીઓ ના હસ્તે શહેરની વિશિષ્ટ વ્યક્તિઓનું સન્માનપત્ર આપી સન્માન કરાયું હતું, તેમજ સફાઇ કામદારોને નિમણૂક પત્ર આપવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post