ભુજમાં કેજરીવાલે કહ્યું- અત્યારે સરકારે ભથ્થામાં વધારો આપ્યો હોય તો લઈ લો, ગ્રેડ પેમાં વધારો અમારી સરકાર આપશે | In Bhuj, Kejriwal said - if the government has given an increase in the allowance, take it, our government will give an increase in the grade pay.

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Kutch
  • In Bhuj, Kejriwal Said If The Government Has Given An Increase In The Allowance, Take It, Our Government Will Give An Increase In The Grade Pay.

કચ્છ (ભુજ )એક કલાક પહેલા

  • કૉપી લિંક
  • પોલીસને નમ્ર વિન્નતી છે આપની સરકાર બનાવવા કામ કરજો-કેજરીવાલ

આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આજે ભુજની મુલાકાત વેળાએ આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ અનેક નવી જાહેરાતો કરી હતી. તે પૈકીની એક પોલીસ ગ્રેડ પે મંજુર કરવા અંગે મહત્વની જાહેરાત પણ કરી હતી. આ માટે પોલીસ વિભાગના કર્મચારીઓને અત્યારથીજ આપની સરકાર માટે આંતરિક રીતે કામ કરવા તેમણે વિન્નતી પણ કરી હતી. મહત્વનું છે કે ગ્રેડ પેની માગ કરતા પોલીસ કર્મચારીઓ અતિ સંવેદનશીલ છે ત્યારે સીએમ કેજરીવાલની આ જાહેરાત ભાજપની વર્તમાન રાજ્ય સરકાર માટે ક્યાંક ક્યાંક ચિંતાનો વિષય બની શકે છે એવી જાણકારી રાજકીય વર્તુળોમાંથી પ્રાપ્ત થઈ છે.

અમારી સરકાર આવ્યા બાદ પોલીસ ગ્રેડ પે આપીશું- કેજરીવાલ
દિલ્હી સીએમ અરવિંદ કેજરીવાલે આજે ભુજના એરપોર્ટ રોડ સ્થિત સેવનસ્કાય હોટેલના સભાગૃહ ખાતેથી પોલીસ ગ્રેડ પે અંગે મંચ પરથી જણાવતા કહ્યું હતું કે, થોડા સમય પહેલા ગુજરાત પોલીસ દ્વારા ગ્રેડ પેની માગ કરવામાં આવી હતી. જેના સમર્થન બાદ ગુજરાત સરકારે ગંભીર નોંધ લઈ પોલીસ કર્મચારીઓની ગ્રેડ પેની માગ અંગે નિર્ણય લેવા કહ્યું હતું. પરંતુ ગ્રેડ પે મંજુર કરવાના બદલે માત્ર પગાર ભથ્થામાં નાનો એવો વધારો કરવાની જાહેરાત કરી છે. જે પોલીસ માટે લોલીપોપ હોવાની વાત તેમણે કરી હતી.

અત્યારે ભથ્થામાં વધારો લઈ લો, ગ્રેડ પે અમે આપીશું
કેજરીવાલે વધુ બોલતા કહ્યું હતું કે આમ આદમીની સરકાર આવશે તો ચાર મહિના બાદ અમારી સરકાર પોલીસના ગ્રેડ પેને મંજુર કરશે. તેથી પોલીસને મારી નમ્ર વિન્નતી છે કે આંતરિક રીતે અત્યારથીજ ​​​​​​​ગુજરાતમાં આપની સરકાર રચવા કામે લાગી જાય. તેમણે રમૂજ કરતા એમ પણ કહ્યું હતું કે ખબર નથી પડતી કે આ સરકારના નેતાઓને તંત્રના કર્મચારીઓને પૂરતો પગાર આપવામાં શુ તકલીફ પડે છે, જાણે પોતાના ખિસ્સામાંથી આપવા પડતા હોય તેમ લાગે છે. ત્યારે હાલની સરકાર જો પગાર ભથ્થું આપતી હોય તો લઈ લેજો ગ્રેડ પે અમારી સરકાર આપશે.

અન્ય સમાચારો પણ છે…
أحدث أقدم