الاثنين، 22 أغسطس 2022

દાહોદના રણધીકપુરમા બિલકીશ કાંડના ગુનેગારોને આઝાદી આપવાનો વિરોધ, મુસ્લિમ સમાજે નિર્ણય પરત લેવા રજૂઆત કરી | In Dahod's Randhikpur, protesting against the release of Bilkish case criminals, the Muslim community moved to withdraw the decision.

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Dahod
  • In Dahod’s Randhikpur, Protesting Against The Release Of Bilkish Case Criminals, The Muslim Community Moved To Withdraw The Decision.

દાહોદ43 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • આ ગુનેગારોને છોડી દેવાને કારણે ગામમા ભય ફેલાયો હોવાની કેફિયત રજૂ કરી

2002 કોમી તોફાનોમાં બિલકિસ બાનુ કેસના હાલમાં જ છોડી મુકવામાં આવ્યા છે. તેનાથી ગામ રણધીકપૂરમાં એક ભયનો માહોલ હોવાનું જણાવી ગામમાં સુરક્ષા આપવા બાબત આજે દાહોદ જિલ્લાના મુસ્લિમ સમાજ દ્વારા દાહોદ જિલ્લા કલેકટરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.

છોડી મુકવાનો નિર્ણય આઘાતજનક છે
બિલકીશ બાનુ કાંડમા સજા ભોગ ભોગવતા 11 કેદીઓને જેલ મુક્ત કરવામાં આવ્યા છે.તેના વિરોધમા મુસ્લિમ સમાજ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યુ છે.આ આવેદન પત્રમાં જણાવ્યા અનુસાર, ગુજરાતમાં વર્ષ 2002 ના કોમી તોફાનો વખતે રણધીકપુરમા બિલકિસ બાનું પરના ગેંગ રેપ અને અને તેણીના પરિવારના 7 સભ્યોની હત્યાના કેસમાં 11 ગુનેગારોને છોડી મુક્વાનો ગુજરાત સરકારનો નિર્ણય ખુબજ આઘાત જનક છે.

અમે સેફ્ટી માટે ગામ છોડી રહ્યા છે
અમારૂ ગામ રણધીકપૂર અને ત્યાંના રહેવાસીઓમાં ભય બેસી ગયો છે. તેના કારણે લોકો પોતના ધંધા અને પોતાના ઘર છોડી છોડીને ગામ ખાલી કરી રહ્યા છે તેમને કારણ પૂછવાથી એકજ વાત કહે છે કે, અમને ભય છે કે, અમારી જવાન છોકરીઓ સમેત અમારી ઔલાદ સાથે આવું બળાત્કાર વાળું કામ થઇ શકે તેથી અમે સેફટી માટે ગામ છોડી જઈ રહ્યા છે.

ઈન્સાફ નહી મળે ત્યાં સુધી પાછા નહી ફરીએ
જ્યાર સુધી આ 11 આરોપીને ફરી જેલમાં કરી અમારી બહેનને ઇન્સાફ ના મળે ત્યાં સુધી પાછા નહિ આવીએ. દર્દભરી અને પુરી ઉમ્મીદની સાથે અપીલ કરીએ છીએ કે આ 11 ગુનેગારો ને ફરી સજા આપી અને અમારા ગામને સુરક્ષા આપે જેથી લોકોનો ભય દૂર થાય અને અમારા ગામની તમામ મહિલા અને આખા દેશની તમામ મહિલા ચેન સુકુનથી સાંસ લઈ શકે અને દેશના બીજા બળાત્કારી ઓની હિમ્મત ના વધે તેનાથી પહેલા આ બળાત્કારી ઓનો રસ્તો કરી તેમને ફરી ઉમરકેદની સજા માટે મોકલવામાં આવે તેવી કલેકટર સમક્ષ દાહોદ જિલ્લાના મુસ્લિમ સમાજ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે…

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.