જેતપર ગામે આઠ ઇસમોએ યુવાન પર હુમલો કરતાં ગામ સજ્જડ બંધ; ગ્રામજનો-વિવિધ સંગઠનોએ આવેદન પાઠવી રજૂઆત કરી | In Jetpar village, the village was closed after eight people attacked a young man; Villagers-various organizations filed petitions

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Morbi
  • In Jetpar Village, The Village Was Closed After Eight People Attacked A Young Man; Villagers various Organizations Filed Petitions

મોરબી27 મિનિટ પહેલા

  • કૉપી લિંક

મોરબીના જેતપર ગામે ગઈકાલે સોમવારે મોડી સાંજે યુવાન પર આઠ ઇસમોએ હુમલો કરી દીધો હતો. જે બનાવના જેતપર ગામમાં ઘેરા પ્રત્યાઘાતો જોવા મળ્યા હતા. ઘટનાના વિરોધમાં ગામ આજે સવારથી સજ્જડ બંધ રહ્યું હતું અને મોટી સંખ્યામાં લોકોએ કલેક્ટર અને એસપીને આવેદન પાઠવી કડક કાર્યવાહી કરવા માંગ કરી છે.

ગાડીમાં તોડફોડ કરી-ફરિયાદીને છરીના ઘા ઝીંક્યા
મોરબીના જેતપર ગામના રહેવાસી રાજેશ ભૂદર પટેલે પોલીસ ફરિયાદમાં આરોપી અબ્દુલ કૈડા, અબ્દુલભાઈનો દીકરો ભૂરો, બીજો દીકરો ઈમ્તિયાઝ, અસ્લમ હનીફ, અબ્દુલની ભત્રીજો અકીલ, બીજો ભત્રીજો શાહિદ, તુફાન ઓસમાણ અને હુશેન ઓસમાણ રહે બધા જેતપર વાળા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. જે ફરિયાદમાં જણાવ્યું છે કે આરોપીઓએ ગાડી કેમ માથે નાખી કહીને ગાળો આપી ફરિયાદી રાજેશ ભુદરભાઈ અને તેની ગાડીમાં ધોકા માર્યા હતા. ઉપરાંત બાદમાં ગામના પાદરમાં પાન દુકાન પાસે ફરિયાદી રાજેશ પટેલ પોતાની ગાડીમાં બેઠા હોય ત્યારે આઠેય ઇસમોએ એ બાબતનો ખાર રાખીને છરી, ધોકા સાથે આવીને ગાડીમાં ધોકાથી તોડફોડ કરી હતી અને રાજેશભાઈને છરીના ઘા ઝીકી દીધા હતા. જે બનાવ મામલે તાલુકા પોલીસે ગુનો નોંધી આરોપીઓને ઝડપી લેવા તપાસ ચલાવી છે.

ઘટનાના વિરોધમાં ગામ સજ્જડ બંધ રહ્યું
જેતપર ગામે વિધર્મી યુવકો દ્વારા યુવાન પર હુમલો કરવાના ઘટનાના વિરોધમાં જેતપર ગામ આજે મંગળવારે સજ્જડ બંધ રહ્યું હતું. ગ્રામજનોએ સ્વયંભુ બંધમાં જોડાઈને ઘટનાનો વિરોધ નોંધાવ્યો હતો અને આરોપીઓ વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવા માંગ કરી હતી.

ગ્રામજનો, પૂર્વ ધારાસભ્ય અને સંગઠનોએ આવેદન પાઠવ્યું
ઘટનાના વિરોધમાં જેતપરના ગ્રામજનો, પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા તેમજ હિંદુ સંગઠનોએ મોટી સંખ્યામાં કલેકટર કચેરીએ અને એસપી કચેરી પહોંચીને આવેદન પાઠવ્યું હતું. આવેદનમાં જણાવ્યું હતું કે હુમલો કરનાર આરોપીઓ માથાભારે છે. જે નદીમાંથી ખનીજ ચોરી કરીને ગેરકાયદે પેશકદમી કરવાની ટેવ ધરાવે છે. જાહેર જગ્યામાં બાંધકામ કરીને દબાણ કરે છે. તેમજ બહેન દીકરીઓની છેડતીના બનાવો બનતા રહે છે જેના ત્રાસથી એક પરિવાર હિજરત કરી ગયાનું પણ જણાવ્યું હતું જેથી આવા માથાભારે વિધર્મીઓ પર કાયદેસર કાર્યવાહી કરવા માંગ કરી છે

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post