الأحد، 21 أغسطس 2022

દાહોદમાં જ્વેલર્સની દુકાનમાં વેપારીની નજર ચુકવી ત્રણ ભેજાબાજ મહિલાઓ ચાંદીના છડા લઈ ફરાર | In a jeweler's shop in Dahod, three women who stole the silver bars stole the eyes of the shopkeeper.

દાહોદએક કલાક પહેલા

  • કૉપી લિંક
  • આંખના પલકારામાં રૂપિયા 25,000 ના ચાર છડાની ઉંઠાતરી કરતા ફરિયાદ નોંધાઈ

દાહોદ શહેરમાં એક જ્વેલર્સની દુકાનમાં એક મહિલાની નજર ચુકવી ત્રણ અજાણી મહિલાઓ 25,000ની કિંમતના ચાંદીના છડા લઈ ફરાર થઈ જતાં વિસ્તારમાં ચકચાર મચી છે. આ સંબંધે શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.
બોકસમા પડેલા ચાર છડાની ચોરી
દાહોદ શહેરના પડાવ વિસ્તાર ખાતે નેતાજી બજાર ખાતે રહેતાં મીત નિલેશકુમાર સોની એપીએમસીના ગેટ નં 1 ની સામે જૈન મંદિર પાસે સોના ચાંદીના દાગીનાની દુકાન મહાદેવ જ્વેલર્સના નામે ચલાવે છે. 20 ઓગસ્ટના રોજ તેમના માતા બિંદુબેન દુકાને બેઠા હતા. આ દરમિયાન બિંદુબેનની દુકાને ત્રણ અજાણી મહિલાઓ આવી હતી. ત્યારે બિદુબેન પાસે બોકસમા ચાર નંગ ચાંદીના છડા હતા. જેની કિંમત આશરે 25,000 છે. આ ચાંદીના છડા ત્રણ ભેજાબાજ મહિલાઓ બિદુબેનની નજર ચુકવીને લઈને ફરાર થઈ ગઈ હોવાની જાણ થતા તેઓ આશ્ચર્ય ચકિત થઈ ગયા હતા.
પોલીસ ફરિયાદ નોંધાતા તપાસ હાથ ધરાઈ
આ સંબંધે મીત નિલેશકુમાર સોનીએ દાહોદ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે…

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.