જુનાગઢ31 મિનિટ પહેલા
- રખડતા ઢોરના ત્રાસમાંથી મુક્તિ મળે તેની શહેરીજનો રાહ જોઈ રહ્યા છે
ગુજરાતનું કોઈ શહેર એવું નહીં હોય કે જ્યાં રખડતા ઢોરનો ત્રાસ ન હોય. શનિવારે પોરબંદરમાં મુખ્યમંત્રીના કાફલામાં ઘૂસી આવેલા રખડતા ઢોર અને કડીમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રીને રખડતા ઢોરે અડફેટ લીધાની ઘટના જ આ સમસ્યાની ગંભીરતા દેખાડી રહી છે. એવામાં જૂનાગઢ શહેરમાં બે આખલાઓ યુદ્ધે ચડતા એક ગેસ્ટહાઉસના ટેબલ ખુરશી તોડી નાખ્યા હતા. રસ્તા વચ્ચે જ યુદ્ધ જામતા વાહનચાલકો પણ ફફડી ઉઠ્યા હતા.

આખલાના આંતકની ઘટના CCTVમાં કેદ થઈ
જૂનાગઢ શહેરના બસ સ્ટેન્ડ રોડ પર આવેલા મુરલીધર ગેસ્ટ હાઉસ પાસે બે આખલાઓ યુદ્ધ ચડતા ગેસ્ટ હાઉસના ટેબલ ખુરશીને નુકસાન પહોંચાડ્યું હતું. ત્યારબાદ જાહેર રસ્તા પર યુદ્ધ જામતા રસ્તે પસાર થતા વાહનચાલકોના જીવ પડીકે બંધાયા હતા.
શહેરના રખડતાના ઢોરના ત્રાસમાંથી ક્યારે મુક્તિ મળશે?
જૂનાગઢ શહેરમાં રખડતા ઢોરની સમસ્યા દિનપ્રતિદિન વકરી રહી છે. રખડતા ઢોરના આતંકના કારણે રાહદારીઓ અને વાહનચાલકો ભોગ બની રહ્યા છે. આજે પણ શહેરના બસ સ્ટેન્ડ રોડ પર આખલાઓના આતંકના દ્રશ્યો જોવા મળ્યા હતા. બસ સ્ટેન્ડ રોડ પર આવેલા મુરલીધર ગેસ્ટહાઉસ પાસે આખલાઓ બાખડતા ગેસ્ટહાઉસના ટેબલ ખુરશીને નુકસાન પહોંચાડ્યું હતું. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી.
શનિવારે રખડતા ઢોરના આંતકની બે ગંભીર ઘટનાઓ બની હતી
ગુજરાતમાં કોઈ શહેર એવું નથી કે જ્યાં રખડતા ઢોરનો ત્રાસ ન હોય. આ સમસ્યા કેટલી ગંભીર છે તેના બે ઉદાહરણ શનિવારે જોવા મળ્યા હતા. પોરબંદરમાં મુખ્યમંત્રીના કાફલામાં આખલો ઘૂસી આવ્યો હતો. જ્યારે બીજી ઘટના મહેસાણાના કડીમાં ગાયે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલને અડફેટે લઈ ઈજાઓ પહોંચાડી હતી.