Monday, August 1, 2022

પાવી જેતપુરમાં રખડતા બિનવારસી ઢોરનો ત્રાસ દિવસે દિવસે વધ્યો, વાહન ચાલકો સહિત સ્થાનિકોને ભારે હાલાકી | In Pavi Jetpur, stray cattle cruelty increased day by day, causing great distress to the locals including vehicle drivers.

છોટા ઉદેપુર19 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • સમસ્યાને નિયંત્રણમાં લેવા સત્તાધીશો દ્વારા કોઈ પગલાં લેવાતાં જનતા ત્રસ્ત

પાવી જેતપુરમાં છેલ્લા ઘણા સમયથી રખડતા ભટકતા બિનવારસી ઢોરનો ત્રાસ દિવસે દિવસે વધતો રહ્યો છે. આ સમસ્યાને નિયંત્રણમાં લેવા કે હળવી કરવા માટે સ્થાનિક સત્તાધીશો દ્વારા કોઈ પગલાં લેવામાં ન આવતા જનતા ત્રાહિમામ પોકારી રહી છે.

પશુઓ કલાકો સુધી અડીંગા જમાવીને પડ્યા પાથર્યા રહેતા હોય છે
પાવી જેતપુર નગરમાં રખડતા પશુઓનો ત્રાસ વધી રહ્યો છે. દિવસ દરમિયાન રાહદારીઓ અને વાહનચાલકોની અવરજવરથી સતત ધમધમતી નગરની તમામ મુખ્ય બજારો , શાકમાર્કેટ, હાઈવે તેમજ તીનબત્તી સહિતના સ્થળોએ આ રખડતા ભટકતા પશુઓ કલાકો સુધી અડીંગા જમાવીને પડ્યા પાથર્યા રહેતા હોય છે. એટલું જ નહિ પશુઓ જાહેર માર્ગો પર ગંદકી કરતા હોવાથી ત્યાંથી પસાર થવામાં સૌ કોઈને મુશ્કેલીઓ વેઠવી પડે છે.

રખડતા ઢોરો અડ્ડો જમાવી દેતાં ટ્રાફિકની સમસ્યા વારંવાર સર્જાયા કરે છે
આ પશુઓ પાવી જેતપુર નગરના મુખ્ય વિસ્તાર એવા તીનબત્તી, બસ સ્ટેન્ડ તેમજ દાંડીયા બજારના ચાર રસ્તા ઉપર અવાર નવાર રખડતા ઢોરો અડ્ડો જમાવી દેતાં ટ્રાફિકની સમસ્યા વારંવાર સર્જાયા કરે છે. તેમાં પણ બે આખલા સામસામે આવી જાય તો કલાકો સુધી રસ્તો બંધ કરી દેવાની ફરજ પડે છે અને આખલાઓના મલ્લ યુદ્ધથી ઘણી બાઈક, સાયકલ તેમજ કેટલાયને નુકસાન થઈ જાય છે. રખડતા ઢોરોનો ત્રાસ દિવસે દિવસે વધી રહ્યો છે જેને લઇ જનતા ત્રાહિમામ પોકારી રહી છે. બે આખલા જ્યારે લડે છે ત્યારે નગરમાં એક પ્રકારનો આતંક ચાલુ થઈ જાય છે. બે આખલા લડતા હોય ત્યારે તેમને છુટા કરવા માટે કોઈ જોખમ લેવા તૈયાર હોતું નથી, દૂરથી પાણીનો મારો કરી આ બંને આખલાઓને છૂટા કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે. પરંતુ આ બંને આખલા છૂટા પડે ત્યાં સુધી ઘણું મોટું નુકસાન થઈ ગયું હોય છે. ત્યારે તંત્ર આ અંગે ઘટતું કરી રખડતા ઢોર કોના છે? તેની ઊંડાણપૂર્વકની તપાસ કરી કસૂરવારને દંડ કરવામાં આવે તેમજ બિનવારસી રખડતા ઢોરોનું આગવું આયોજન કરે તેમ જનતા ઈચ્છી રહી છે.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: