ચાણસ્મા તાલુકાના રણાસણ ગામમાં તળાવ ઓવરફ્લો થતા પાણી ગામમાં ઘૂસ્યું, લોકોની ચિંતા વધી | In Ranasan village of Chansma taluka, water entered the village due to overflowing of the lake, people are worried.

પાટણ8 મિનિટ પહેલા

  • કૉપી લિંક

સમગ્ર ગુજરાત રાજ્ય સહિત પાટણ જિલ્લાને પણ મેઘરાજાએ ઘમરોળયુ છે ત્યારે પાટણ જિલ્લાના તાલુકા મથક ચાણસ્મા ના રણાસણ ગામે આવેલ તળાવ ની અંદર પાણી ઓવરફ્લો થતાં પાણી ગામ તરફ ફરી વળ્યું હતું.

મળતી વિગતો મુજબ ચાલી રહેલી ચોમાસાની ઋતુમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે ત્યારે સમગ્ર ગુજરાત રાજ્ય સહિત પાટણ જિલ્લામાં પણ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે ત્યારે આજ રોજ ચાણસ્માના રણાસણ ગામે રોડ પર આવેલ તળાવ ઓવરફ્લો થતા પાણી ગામ તરફ પણ વળવા લાગ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ઝીલીયાથી રણાસણ વાયા ચવેલી સહિત જૈન તીર્થ ગાભુ તરફ જવાનો મુખ્ય માર્ગ હોઇ રણાસણ ગામના લોકો દ્વારા તળાવ પાસે પુલ બનાવવા અવાર નવાર રજૂઆત કરવા છતાં પણ તંત્રના બહેરા કાને અથડાવી પાછા આવતી હોય અત્યારે ચાલી રહેલી ચોમાસાની સિઝનમાં તળાવ ઓવરફ્લો થતાં વાહન ચાલકો સહિત રાહદારીઓમાં ભારે મુશ્કેલીઓનો સામનો વેઠવાનો વારો આવી રહ્યો છે.ત્યારે સત્વરે તંત્ર દ્વારા પુલ બનાવવામાં આવે તેવી લોક માગણી અને લાગણી સેવાઇ રહી છે

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post