IND vs HK: ભારતે પાકિસ્તાન બાદ હોંગ કોંગ સામે પણ મેળવ્યો વિજય, 40 રને આપી હાર, ટીમ ઈન્ડિયાએ સુપર-4 માં મેળવ્યુ સ્થાન | India Vs Hong Kong T20 Asia Cup match report IND vs HK today match full scorecard in Gujarati

IND vs HK T20 Asia Cup Match Report Today: ભારતે પ્રથમ મેચમાં પાકિસ્તાનને હાર આપી હતી અને હવે હોંગ કોંગ સામે જીતીને વિજય રથ આગળ વધાર્યો છે

IND vs HK: ભારતે પાકિસ્તાન બાદ હોંગ કોંગ સામે પણ મેળવ્યો વિજય, 40 રને આપી હાર, ટીમ ઈન્ડિયાએ સુપર-4 માં મેળવ્યુ સ્થાન

Team India ની શાનદાર જીત

ભારતીય ટીમે (Indian Cricket Team) એશિયા કપ 2022 માં વિજય અભિયાન જારી રાખ્યુ છે. પહેલા પાકિસ્તાન અને હવે હોંગ કોંગને પરાજય આપ્યો છે. આમ બંને શરુઆતની બંને મેચ જીતીને ભારતે સુપર-4 માં સ્થાન મેળવી લીધુ છે. વિરાટ કોહલી (Virat Kohli) અને સૂર્ય કુમાર યાદવે (Suryakumar Yadav) મેચમાં જબરદસ્ત બેટીંગ ઈનીંગ રમી હતી. બંનેએ અણનમ અડધી સદી નોંધાવી હતી. ભારતીય ટીમે બંનેની બેટીંગ વડે વિશાળ સ્કોર હોંગ કોંગ સામે ખડક્યો હતો. જવાબમાં ધીમી રમત હોંગ કોંગે રમીને વિશાળ સ્કોરનો પિછો કર્યો હતો, જોકે ભારતીય બોલરો સામે તેઓએ મક્કમતાથી બેટીંગ કરીને ક્રિઝ પર ટકી રહેવા માટે પ્રયાસ કર્યો હતો. બાબર હયાતે લડાયક રમત રમી હતી. ભારતે 40 રનથી હોંગ કોંગને હાર આપી હતી. 193 રનના લક્ષ્યાંકના જવાબમાં હોંગકોંગે 5 વિકેટે 152 રન બનાવ્યા હતા.

શરુઆત સારી રહી

અર્શદીપ સિંહે ભારતીય ટીમને બીજી ઓવરના અંતિમ બોલ પર પ્રથમ સફળતા અપાવી હતી. ઓપનર યાસિમ મુર્તઝાને આવેશ ખાનના હાથમાં કેચ આઉટ કરાવીને ઝડપથી પેવેલિયન નો રસ્તો મપાવ્યો હતો. કેપ્ટન નિઝાકત ખાન અને યાસિમ મુર્તઝા બંનેની જોડી ઓપનરના રુપમાં ક્રિઝ પર આવીને ભારતીય ટીમે આપેલા 193 રનના વિશાળ રનને 20 ઓવરમાં પાર પાડવા માટે આવ્યા હતા. યાસિમે બેટ ખોલીને બે ચોગ્ગા ફટકાર્યા બાદ જ અર્શદીપે તેને પોતાની જાળમાં ફસાવી લીધો હતો. તે માત્ર 9 રન 9 બોલમાં નોંધાવી આઉટ થતા હોંગ કોંગે 12 રનના સ્કોર પર પ્રથમ વિકેટ ગુમાવી દીધી હતી.

જોકે ત્યાર બાદ બીજી વિકેટ માટે ભારતે રાહ જોવા પડી હતી. જે વિકેટ કેપ્ટન નિઝાકત ખાનના રુપમાં મળી હતી. રવિન્દ્ર જાડેજાએ સીધા થ્રો વડે નિઝાકતને રન આઉટ કર્યો હતો. ફ્રિ હિટ બોલ પર રમવા દરમિયાન રન દોડતા જાડેજાએ તેને રન આઉટ કરતો થ્રો લગાવ્યો હતો. આમ ફ્રિ હિટનો લાભ મળવાને બદલે નિઝાકતે પરત ફરવુ પડ્યુ હતુ. તેણે 12 બોલમાં 10 રન નોંધાવ્યા હતા.

બાબરે લડત આપી

હોંગ કોંગના બાબર હયાતે લડાયક ઈનીંગ રમી હતી. તેણે 35 બોલમાં 41 રનની ઈનીંગ રમી હતી. આ દરમિયાન 2 છગ્ગા અને 3 ચોગ્ગા ફટકાર્યા હતા. તેની રમતને લઈ તે અડધી સદી નોંધાવશે એમ લાગી રહ્યુ હતુ પરંતુ, તે ને રવિન્દ્ર જાડેજાએ પોતાનો શિકાર બનાવ્યો હતો. તે આવેશ ખાનના હાથમાં કેચ ઝડપાયો હતો. એજાઝ ખાનને આવેશ ખાને બોલ્ડ કરી દીધો હતો. તે 13 બોલમાં 14 રન નોંધાવીને પરત ફર્યો હતો. જોકે આ પહેલા જ ભારતીય બોલરોએ મેચને એક તરફી બનાવી લીધી હતી.

ઝિશન અલીએ 17 બોલમાં 26 રનની અંતમાં ઈનીંગ રમીને અણમ રમ્યો હતો. તેની સાથે સ્કોટ મેકેન્ઝી પણ 8 બોલમાં 16 રન નોંધાવીને અણનમ હતો. બંનેએ અંતમા એક એક છગ્ગો અને 2-2 ચોગ્ગા ફટકાર્યા હતા.

أحدث أقدم