Wednesday, August 31, 2022

IND Vs HON: હોંગકોંગે જીત્યો ટોસ, ભારત કરશે બેટિંગ

[og_img]

  • એશિયા કપમાં આજે ભારત-હોંગકોંગનો મુકાબલો
  • નિઝાકત ખાને ટોસ જીતી બોલિંગ પસંદ કરી
  • હાર્દિક પંડ્યાની જગ્યાએ પંતને પ્લેઇંગ-11માં સ્થાન

એશિયા કપ 2022ની ચોથી મેચમાં હોંગકોંગે દુબઈના મેદાન પર ભારત સામે ટોસ જીતી પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને ભારતને પહેલા બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું. ભારતીય ટીમમાં એક બદલાવ કરવામાં આવ્યો છે. હાર્દિક પંડ્યાને આરામ આપવામાં આવ્યો છે અને તેની જગ્યાએ રિષભ પંતને પ્લેઇંગ-11માં સ્થાન મળ્યુ છે.

બંને ટીમની પ્લેઇંગ ઇલેવન

ભારતઃ રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, રિષભ પંત, રવિન્દ્ર જાડેજા, દિનેશ કાર્તિક (વિકેટકીપર), ભુવનેશ્વર કુમાર, આવેશ ખાન, યુઝવેન્દ્ર ચહલ, અર્શદીપ સિંહ

હોંગકોંગ: નિઝાકત ખાન (કેપ્ટન), યાસીમ મુર્તઝા, બાબર હયાત, કિંચિત શાહ, એઝાઝ ખાન, સ્કોટ મેકકેની (વિકેટકીપર), જીશાન અલી, હારૂન અરશદ, એહસાન ખાન, આયુષ શુક્લા, મોહમ્મદ ગઝનફર