الأحد، 28 أغسطس 2022

IND Vs PAK: 10 ઓવર બાદ પાકિસ્તાનનો સ્કોર 68/2

[og_img]

  • મોહમ્મદ રિઝવાન-ઇફ્તિખાર અહમદ ક્રિઝ પર હાજર
  • ભુવનેશ્વર કુમારે કેપ્ટન બાબર આઝમને કર્યો આઉટ
  • આવેશ ખાને ફખર ઝમાનને 10 રને આઉટ કર્યો 

એશિયા કપ 2022ની પ્રથમ મેચમાં ભારત સામે પહેલી 10 ઓવરમાં પાકિસ્તાને બે વિકેટના નુકસાને 68 રન બનાવી લીધા હતા. ટીમ ઈન્ડિયાને આજની મેચમાં પહેલી સફળતા ભુવનેશ્વલર કુમારે અપાવી હતી. તેણે પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમે આઉટ કર્યો હતો. આઝમ 10 રન કરીને આઉટ થયો હતો. જે બાદ આવેશ ખાને ફકર ઝમાનને 10 રન પર આઉટ કરી ભારતને બીજી સફળતા અપાવી હતી. 

ટોસ જીતી બોલિંગ કરવાનો નિર્ણય

એશિયા કપ 2022ની પ્રથમ મેચમાં ભારતીય ટીમે દુબઈના મેદાન પર પાકિસ્તાન સામે ટોસ જીતી પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીત્યો છે. રોહિત શર્માએ પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. આજના મહાસંગ્રામમાં ટીમ ઈન્ડિયાએ પ્લેઇંગ-11માં રિષભ પંતની જગ્યાએ દિનેશ કાર્તિકને સ્થાન આપ્યું છે. ટીમમાં પેસ બોલિંગની જવાબદારી ભુવનેશ્વર કુમાર, અર્શદીપ સિંહ અને આવેશ ખાન ઉપર રહેશે. હાર્દિક પંડ્યા અને રવિન્દ્ર જાડેજાનો ઓલરાઉન્ડર તરીકે સમાવેશ કરાયો છે, જ્યારે સ્પિન ડિપાર્ટમેન્ટમાં રવિન્દ્ર જાડેજા અને યુઝવેન્દ્ર ચહલની પસંદગી કરવામાં આવી છે.

બંને ટીમની પ્લેઇંગ ઇલેવન

ભારતઃ રોહિત શર્મા, કેએલ રાહુલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, દિનેશ કાર્તિક, હાર્દિક પંડ્યા, યુઝ્વેન્દ્ર ચહલ, રવિન્દ્ર જાડેજા, ભુવનેશ્વર કુમાર, આવેશ ખાન, અર્શદીપ સિંહ.

પાકિસ્તાનઃ બાબર આઝમ, મોહમ્મદ રિઝવાન, ફખર જમાન, ઇફ્તિખાર અહમદ, આસિફ અલી, ખુશદિલ શાહ, શાદાબ ખાન, મોહમ્મદ નવાઝ, નસીમ શાહ, હારિસ રઉફ, શાહનવાઝ દહાની.

કોહલીની 100મી T20 મેચ

એશિયા કપમાં આજની મેચ છે, જેનાથી તે ત્રણેય ફોર્મેટમાં સદી ફટકારનાર પ્રથમ ભારતીય બનશે. કોહલીની આ ખાસ સિદ્ધિ પર ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, કેએલ રાહુલ અને ઋષભ પંતે કોહલીને ખૂબ ખૂબ અભિનંદન અને વખાણ કર્યા છે.

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.