IND vs ZIM: ઝિમ્બાબ્વેના ભલે સુપડાં સાફ પરંતુ સિકંદર રઝાએ દીલ જીતી લીધુ, ભારતીય ફેન્સ ઈમોશનલ થયા | India vs Zimbabwe Sikandar Raza century in vain as India beat Zimbabwe by 13 runs social media reactions

ભારત અને ઝિમ્બાબ્વે (India vs Zimbabwe) વચ્ચે રમાયેલી ત્રણ મેચની શ્રેણીમાં ટીમ ઈન્ડિયા (Team India) એ ઝિમ્બાબ્વેનો સફાયો કર્યો છે. ત્રીજી અને છેલ્લી વનડેમાં બંને ટીમો વચ્ચે જોરદાર મુકાબલો જોવા મળ્યો, પરંતુ આખરે ભારતે ઝિમ્બાબ્વેને 13 રને હરાવ્યું.

IND vs ZIM: ઝિમ્બાબ્વેના ભલે સુપડાં સાફ પરંતુ સિકંદર રઝાએ દીલ જીતી લીધુ, ભારતીય ફેન્સ ઈમોશનલ થયા

Sikandar Raza એ સદી નોંધાવી હતી

ભારત અને ઝિમ્બાબ્વે (India vs Zimbabwe) વચ્ચે રમાયેલી ત્રણ મેચની શ્રેણીમાં ટીમ ઈન્ડિયાએ ઝિમ્બાબ્વેનો સુપડા સાફ કર્યા છે. ત્રીજી અને છેલ્લી વનડેમાં બંને ટીમો વચ્ચે જોરદાર મુકાબલો થયો હતો, પરંતુ અંતે ભારતે ઝિમ્બાબ્વેને 13 રને હરાવ્યું હતું. ભારતીય કેપ્ટન કેએલ રાહુલે (KL Rahul) ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આ દરમિયાન ટીમે 50 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 289 રન બનાવ્યા હતા, જેના જવાબમાં ઝિમ્બાબ્વેની ટીમ 276 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ટીમ ઈન્ડિયા વતી શુભમન ગિલે 130 રન બનાવ્યા હતા, જ્યારે સિકંદર રઝા (Sikandar Raza) એ પણ ઝિમ્બાબ્વે તરફથી પોતાની ટીમને જીત અપાવવામાં કોઈ કસર છોડી ન હતી.

સિકંદર રઝાએ બેટિંગ કરતાં કુલ 115 રન બનાવ્યા હતા, પરંતુ તે આઉટ થતાં જ તેની ટીમનો પણ ઢગલો થઈ ગયો હતો. જો કે સિકંદર રઝા પોતાની ટીમને જીત અપાવી શક્યો ન હતો, પરંતુ તેની વિસ્ફોટક ઇનિંગ્સે ક્રિકેટ ચાહકોનું દિલ ચોક્કસપણે જીતી લીધું હતું. સોશિયલ મીડિયા પર તેની ખૂબ ચર્ચા થઈ રહી છે. કેટલાક લોકો એ વાતને લઈને ભાવુક થઈ રહ્યા છે કે સિકંદર રઝાની શાનદાર સદી છતાં તેમની ટીમ હારી ગઈ, તો કેટલાક કહી રહ્યા છે કે આ વખતે ઝિમ્બાબ્વેને જીતવું જોઈતું હતું, આ ટીમ તેના લાયક હતી. ચાલો એક નજર કરીએ કેટલીક પસંદગીની ટ્વીટ્સ પર…

أحدث أقدم