Monday, August 29, 2022

સિદ્ધપુરમાં જમિયતે ઉલેમા એ હિન્દ દ્વારા કોમી એકતા સદભાવના સંસદ સંમેલન યોજાયું | Jamiat Ulema-e-Hind organized communal unity goodwill parliament meeting in Siddpur

પાટણ23 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • વિવિધ સંગઠનોના પ્રતિનિધિઓ સાથે હિન્દૂ – મુસ્લિમ ધર્મગુરુઓ હાજર રહ્યા

પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના સુજાણપુર હાઇવે પર આવેલ માઇન સ્ટોન હોટલના હોલ ખાતે પાટણ જિલ્લા અને બનાસકાંઠા જિલ્લા જમીયત ઉલેમા-એ-હિંદે દ્વારા કોમી એકતા નો સંદેશ આપવા માટે વિવિધ સંગઠનોના પ્રતિનિધિઓ સાથે હિન્દૂ – મુસ્લિમ ધર્મગુરુઓ દ્વારા દેશભરમાં સકારાત્મક સંદેશ આપવા માટે ધર્મ સંસદની સદભાવના સંસદનું આયોજન કરવામાં આવ્યું હતું.

એકતા જાળવવા પ્રયાસ
સિદ્ધપુર ખાતે યોજાયેલ સદભાવના સંસદમાં જમીયત ઉલેમા-એ-હિંદના વડા મૌલાના અબ્દુલકુસુદ કહ્યું કે આજે આઝાદીના 75 વર્ષ પુરા થયા ત્યારે આઝાદીનો અમૃત મહોત્સવ મનાવવામાં આવી રહ્યો છે ત્યારે ભારતને ઘણા સંઘર્ષ બાદ આઝાદી મળી છે. જોકે આજે તમામ ધર્મમાં દુરી બની રહી છે. તેને એક કરવાનો પ્રયાસ છે તો ભારતમાં વસતા દરેક નાગરિક કોમી એકતા અને ભાઈચારા સાથે રહે તે અમારો મુખ્ય ઉદ્દેશ છે અને ત્યારે સાચો આઝાદીનો 75 મોં વર્ષ મનાવવો સાર્થક થશે.

આ મહાનુભવો ઉપસ્થિત રહ્યા
ઉલ્લેખનીય છે કે, જમીયત-એ-ઉલેમા હિંદના સંમેલનમાં પાટણ મહાકાલી મંદિરના પૂજારી અશોકભાઈ વ્યાસ, ગાંધીવાદી સંજય તુલા, ધારાશાસ્ત્રી મહેશભાઈ મુલાણી, મહંત શ્રી મધુગીરી ગુરુ પર્મેશ્વરગીરી સહીત સંતો અને ધાર્મિક નેતાઓએ એમ પણ જણાવ્યું હતું કે, માનવીય ગરિમાનું સ્પષ્ટપણે સન્માન કરવું જોઈએ અને તમામ ધર્મો અને જાતિઓના પરસ્પર સૌહાર્દ, સહિષ્ણુતા અને શાંતિપૂર્ણ સહઅસ્તિત્વનો સંદેશ આપવા માટે આ સદભાવના સંસદનું આયોજન કરાયું છે જેમાં સિદ્ધપુર, પાટણ અને બનાસકાંઠાના હિન્દૂ – મુસ્લિમ સમાજના આગેવાનો અને વિવિધ સંગઠનો ના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે…

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.