Janmashtami પર ભગવાનને ચઢાવો આ વાનગીઓનો ભોગ, જાણી લો પ્રસાદની Recipe | Offer these dishes to God on Janmashtami know Prasad Recipe

featured image

ભગવાનને અલગ અલગ વાનગીનો ભોગ પણ ચઢાવવામાં આવે છે. ચાલો જાણીએ કે તમે આ જન્માષ્ટમી પર ક્યો ભોગ ચઢાવી શકો છો, સાથે તેની રેસેપી (Prasad Recipe) પણ જાણી લઈએ.

Janmashtami પર ભગવાનને ચઢાવો આ વાનગીઓનો ભોગ, જાણી લો પ્રસાદની Recipe

Janmashtami Prasad Recipe

Image Credit source: file photo

ઓગસ્ટનો મહિનો એટલે તેહવારોનો મહિનો. આ મહિનામાં ભારતના અલગ અલગ ઘર્મોના અનેક તહેવારોની ઉજવણી કરવામાં આવે છે. હાલમાં આપણે સ્વતંત્રતા દિવસના પર્વની ઉજવણી કરી. આજે પારસીઓનું નવુ વર્ષ પણ છે અને હમણાથી જ જન્માષ્ટમીના તહેવારની તૈયારીઓ શરુ થઈ ગઈ છે. ભારત ઉત્સવ પ્રિય દેશ છે. તહેવારોને કારણે ભારતીયો વચ્ચે એકતા વધે છે. જન્માષ્ટમીનો (Janmashthami) તહેવાર હિન્દુ ઘર્મો સૌથી મોટા તહેવારમાંથી એક છે. આખા દેશમાં અને ખાસ કરીને મથુરા અને વૃંદાવનમાં આ તહેવાર હર્ષો ઉલ્લાસથી ઉજવવામાં આવે છે. શહેરમાં મોટા પ્રમાણમાં માટલી ફોડનો કાર્યક્રમ રાખવામાં આવે છે. નાના બાળકો સાથે પણ સ્કૂલ અને સોસાયટીઓમાં જન્માષ્ટમી પર માટલી ફોડનો કાર્યક્રમ કરવામાં આવે છે. ભગવાનને અલગ અલગ વાનગીનો ભોગ પણ ચઢાવવામાં આવે છે. ચાલો જાણીએ કે તમે આ જન્માષ્ટમી પર ક્યો ભોગ ચઢાવી શકો છો, સાથે તેની રેસેપી (Prasad Recipe) પણ જાણી લઈએ.

માખણ – માખણ એ ભગવાન કૃષ્ણને ખુબ પ્રિય હોય છે. તેને બનાવવા માટે સફેદ માખણ લો અને તેમાં ખાંડ ઉમેરો. તેમા તમે કાજુ, બદામ જેવા ડ્રાય ફ્રૂર્ટસ પણ નાંખી શકો છો. તેમા તમે પછીથી તુલસીના પત્તા પણ ઉમેરી શકો છો.

કોથમીર પંજીરી – ભારતમાં તેને જન્માષ્ટમીનો મુખ્ય પ્રસાદ માનવામાં આવે છે. તેને બનાવવા માટે કોથમીર પંજીરી પાઉડર, ઘી, કાપેલા બદામ, કિશમિશ, કાજૂ અને ખાંડને સારી રીતે મિક્સ કરો. ત્યારબાદ તેને ઘીમાં શેકી લો. આ રીતે તૈયાર થશે તમારો આ પ્રસાદ.

પંચામૃત – પંચામૃત બનાવવા માટે તમારે દૂધ, ખાંડ, દહીં, ઘી અને મધની જરૂર પડશે. આ બધી વસ્તુઓ મિક્સ કરો. તેમાં તુલસીના પાન ઉમેરો. હિન્દુ ધર્મમાં, તહેવારો અને પૂજા દરમિયાન દેવતાઓને પંચામૃત ચઢાવવામાં આવે છે. જન્માષ્ટમી પર આ પ્રસાદ તમે બનાવી શકો છો.

મોહન ભોગ – આ પ્રસાદ બનાવવા માટે ખાંડ, દૂધ, સૂજી, ઘી, ઈલાયચી પાઉડર, કિશમિશ, કેસર અને કાજૂની જરુર પડશે. એક વાસણમાં દૂધ, ખાંડ, પાણી, ઈલાયચી પાઉડર અને કેસર લો. તેને ગરમ કરીને અલગ મૂકી દો. એક વાસણમાં ઘી ગરમ કરો. તેમાં સૂજી નાંખો. તેને સારી રીતે મિક્સ કરો. તેમાં આ પહેલાનું મિશ્રણ તેમાં ધીરેધીરે ઉમેરો. ગેસ બંધ કરો. તેને ઠંડુ કરો અને ઘીમાં ગરમ કરેલા કાજુ અને કિશમિશ તેના પર ગાર્નિસ કરો. આ પ્રસાદ તમે આ જન્માષ્ટમી પર બનાવી શકો છો.

أحدث أقدم