Junagadh: સુપરસ્ટાર અમિતાભ બચ્ચન 26 ઓગસ્ટે લેશે જૂનાગઢની મુલાકાત | Junagadh: Superstar Amitabh Bachchan will visit Junagadh on August 26

અમિતાભ બચ્ચન ગુજરાત ટૂરિઝમના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કચ્છ, અંબાજી, અમદાવાદ જેવા ઘણા શહેરોના પ્રવાસન સ્થળને પ્રમોટ કરી ચૂક્યા છે. ત્યારે ઘણા લાંબા સમય બાદ અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) જૂનાગઢ આવવાના હોવાથી તૈયારીઓનો ધમધમાટ શરૂ થયો છે.

TV9 GUJARATI

| Edited By: Manasi Upadhyay

Aug 23, 2022 | 8:06 PM

બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) 26 ઓગસ્ટના રોજ  ગુજરાતની મુલાકાતે આવશે અને તેઓ જૂનાગઢ (Junagadh) જશે. તેઓ જૂનાગઢ ખાતે સપરિવાર શેરનાથ બાપુના ગોરક્ષનાથ આશ્રમ ખાતે આવશે અને શેરનાથ બાપુના  આશ્રમ ખાતે આશીર્વાદ પણ લેશે. નોંધનીય છે કે અમિતાભ બચ્ચન ઘણા લાંબા સમય બાદ ગુજરાતની મુલાકાત લેશે.

ખુશ્બુ ગુજરાત કી કેમ્પેઇન માટે અમિતાભ આવ્યા હતા ગુજરાત

અમિતાભ બચ્ચન ગુજરાત ટૂરિઝમના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કચ્છ, અંબાજી, અમદાવાદ જેવા ઘણા શહેરોના પ્રવાસન સ્થળને  પ્રમોટ  કરી ચૂક્યા છે. ત્યારે ઘણા લાંબા સમય બાદ અમિતાભ બચ્ચન જૂનાગઢ આવવાના હોવાથી તૈયારીઓનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. અમિતાભ બચ્ચન સપરિવાર આશ્રમની મુલાકાત લેવાના છે ત્યારે તેમની સાથે કોણ કોણ આવશે તે અંગે વિવિધ અટકળો થઈ રહી છે.

ભવનાથ સ્થિત ગુરૂ ગોરક્ષનાથ આશ્રમ ખાતે શેરનાથ બાપુની નિશ્રામાં ઘણો મોટો ભંડારો ચાલે છે. જૂનાગઢ અને ભવનાથ તળેટીમાં આવતા લોકો ગોરક્ષનાથ આશ્રમમાં દર્શન કરવાનું ચૂકતા નથી. કહેવાય છે કે અહીં છેલ્લા 60 થી 70 વર્ષોથી ભંડારો ચાલે છે. ભવનાથમાં આવેલા ગોરક્ષનાથ આશ્રમનાં ભંડાર ભાવિકો માટે ખુલ્લા મુકી દેવામાં આવ્યા છે. આશ્રમનાં મહંત શેરનાથજીની નિશ્રામાં અહીં 24 કલાક ભુખ્યાંને ભોજન મળે છે અને નિરાશ્રીતોને આશરો મળે છે.

أحدث أقدم