મોડાસાની મધ્યમાં આવેલી ઐતિહાસિક ધરોહરમાં અસહ્ય ગંદકીનું સામ્રાજ્ય; પુરાતત્વ વિભાગ ગાઢ નિદ્રામાં | A kingdom of intolerable filth in the historical heritage of Modasa; Department of Archeology fast asleep

અરવલ્લી (મોડાસા)27 મિનિટ પહેલા

અરવલ્લી જિલ્લાની ગિરિમાળાઓ આસપાસ કેટલાય મહાભારત કાળના ઐતિહાસિક સ્મારકો છે, આવા ઐતિહાસિક સ્મારકોની જાળવણી માટે સરકારના પુરાતત્વ વિભાગ દ્વારા કામગીરી કરવાની હોય છે. ત્યારે જિલ્લાના ઘણા ઐતિહાસિક સ્મારકો એવા છે કે જે જાળવણીના અભાવે હાલ જર્જરિત કે ગંદકી થી ખડબદતા હોય છે. વાત કરીએ જિલ્લાના મુખ્ય મથક મોડાસા શહેરની મધ્યમાં આવેલ વણઝારી વાવની. આ વાવ એક ઐતિહાસિક સ્મારક છે, જેનું જતન પુરાતત્વને કરવાનું હોય છે. પણ હાલની સ્થિતિમાં વાવમાં ગંદકીના ઢગલા જોવા મળી રહ્યા છે. સહેલાણીઓ તો દૂર કોઈ સ્થાનિક પણ ત્યાં જવાનું પસંદ નથી કરી રહ્યો. પરિણામે આ સ્મારકની સ્થિતિ કફોળી બની છે.

આ વાવને રક્ષિત સ્મારક તરીકે જાહેર કરાઈ છે
15મી સદીમાં આ વણઝારી વાવ લાખા વણઝારાએ બનાવી હોવાનું ઇતિહાસમાં વર્ણન કરેલું છે. આ વણઝારી વાવમાં ધાર્મિક ભગવાન જેવા કે રામ સીતા હનુમાનજી સપ્તઋષિ જેવા સ્વરૂપો ને પથ્થર પર કોતરણી દ્વારા ચિત્રિત કરવામાં આવ્યા છે. આ સ્થાન પર 15મી સદીમાં અનેક ભક્તો દ્વારા પૂજન અર્ચન કરવામાં આવતું હતું. આમ મોડાસાની મધ્યમાં આવેલી વણઝારી વાવ ઐતિહાસિક ધરોહરને પુરાતત્વ વિભાગ દ્વારા રક્ષિત સ્મારક તરીકે જાહેર કરવામાં આવી છે.

ગ્રાન્ટ ક્યાં જાય છે તે તપાસનો વિષય
આજે આ વણઝારી વાવની હાલત બિલકુલ બદતર છે. વાવમાં જ્યાં ભગવાનના ચિત્રો કોતરણી કરેલ છે, ત્યાં અસહ્ય ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું છે. વાવમાં કેટલાય પ્રકારના અશુદ્ધ કુડા કચરો ઠાલવેલો જોવા મળ્યો. ખાલી પ્લાસ્ટિકની બોટલો પ્લાસ્ટિકના ખાલી પાઉચ સહિત કેટલાય પ્રકારના નકામાં પદાર્થો આ વણઝારી વાવમાં ઠલવતા હોય એવા દ્રશ્યો જોવા મળ્યા આવા સ્મારકોની જાળવણી માટે પુરાતત્વ વિભાગને ખાસ ગ્રાન્ટ ફાળવવામાં આવતી હોય છે પરંતુ આ ગ્રાન્ટ નો ક્યાંય ઉપયોગ કરાતો હોય એવું જણાયું નહોતું અને હાલ ગંદકીથી ખદબદતી ઐતિહાસિક ધરોહરની હાલત એક ડંપિંગ સ્થળ બની ગયુ છે. ત્યારે મોડાસાની વણઝારી વાવની સફાઈ કરી યોગ્ય જાળવણી થાયએ જરૂરી છે.

વાવમાં વિવિધ જગ્યાએ ભગવાનની કોતરણી કરવામાં આવી છે

વાવમાં વિવિધ જગ્યાએ ભગવાનની કોતરણી કરવામાં આવી છે

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post