કુકરમુંડા40 મિનિટ પહેલા
- કૉપી લિંક
રસ્તાની બાજુમાં આવેલ તળાવ પાસે સુરક્ષા દિવાલના અભાવે ગામજનો અને રસ્તા પરથી પસાર વાહન ચાલોકોનું જીવનું જોખમ બન્યું છે.
તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકામાં આવેલ બાલંબા ગ્રુપ ગ્રામ પંચાયતમાં સમાવેશ બેજ ગામના અને આમોદા ગામની સીમમાંથી પસાર થતા રસ્તાની બાજુમાં આશરે 150થી વધુ લંબાઈ અને આશરે 30,મીટર પહોળાઈ તેમજ અને 15,ફૂટથી ઊંડુ તળાવ આવેલ છે. જે તળાવ હાલમાં વરસાદી પાણીથી છલકાય રહ્યું છે.જે તળાવ પાસે સુરક્ષા દિવાલના આભાવના લીધે બેજ તેમજ આમોદા ગામજનોઓ તેમજ રસ્તાની ઉપરથી પસાર થતા, વાહન ચાલોકો અને મુસાફરો સાથે મોટી દૂર ઘટના સર્જાય શકે તેમ છે.
આશરે ચાર હજારથી પણ વધુ વસ્તી ધરાવતા આમોદા અને બેજ ગામો છે જે બન્ને ગામોના અનેક કુટુંબ પરિવારના લોકો બને ગામની સીમા વિસ્તાર માંથી પસાર થતો રસ્તાને બાજુમાં કાચા અને પાકા મકાનો બનાવીને વસવાટ કરી રહ્યા છે. તેમજ ખેત મજૂરી કરીને પોતના કુટુંબનું જીવન નિર્વાહ કરી રહ્યા છે.તો બીજી તરફ બન્ને ગામની સીમમાંથી પસાર થતો રસ્તાને અડીને મોટુ તળાવ આવેલ હોય, જે તળાવ હાલમાં વરસાદી પાણી થી છલકાય રહ્યું છે.
આ તળાવ પાસે સુરક્ષા દિવાલની સુવિધા ન હોવાથી ગામજનોઓનું જીવ જખ્મી બન્યું છે. તેમજ તળાવની બાજુમાંથી પસાર થતા રસ્તા ઉપર રાતને દિવસ મોટા ભાગના વાહનો અવર જવર કરતા હોય છે.આ તળાવ પાસે સુરક્ષા દિવાલના અભાવે આવનાર સમયમાં વાહન ચાલોકો અને મુસાફરો સાથે રાતના સમયે મોટી દૂર ઘટના સર્જાય શકે તેમ છે.ગામજનો સાથે તેમજ વાહન ચાલોકો અને મુસાફરો સાથે કોઈ મોટી દૂર ઘટના ન સર્જાય તેના પહેલા આ તળાવ પાસે સુરક્ષા દિવાલ બનાવવા આવે તેવી માંગ ગામજનો અને વાહન ચાલોકોમાં ઉઠી છે.