Friday, August 5, 2022

મોડાસા શહેરમાં આવેલી એક હોટલમાં જિલ્લા LCBની રેડ; 8 શખ્સો રંગેહાથ ઝડપાયા, લાખો રુપિયાનો મુદ્દામાલ જપ્ત | Red of District LCB in a hotel in Modasa town; 8 persons caught red-handed, valuables worth lakhs of rupees seized

અરવલ્લી (મોડાસા)40 મિનિટ પહેલા

શ્રાવણ માસ શરૂ થતાં જ જાણે શકુનીઓ સક્રિય થતા હોય છે, પોલીસનું ગમે એટલું કડક પેટ્રોલિંગ હોય છતાં કોઈ ને કોઈ જગ્યા એ પત્તાનો જુગાર રમ્યા સિવાય શકુનીઓને ચાલતું નથી ત્યારે આજે અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસાના મધ્યમાં આવેલી એક હોટલમાંથી જુગાર રમતા નબીરા ઝડપયા છે.

બાતમીના આધારે પોલીસે રેડ પાડી
મોડાસા શહેરની મધ્યમાં આવેલી એક હોટલમાં પત્તાનો જુગાર રમાય છે, એવી જિલ્લા એલસીબી પોલીસને બાતમી મળી હતી. આ બાતમીના આધારે પોલીસે હોટલમાં અડધી રાતે ઓચિંતી રેડ કરી હતી, તો હોટલના એક રૂમમાં મોડાસા અને માલપુર તાલુકા ના 8 જેટલા ખાનદાની નબીરાઓને પોલીસે પત્તાનો જુગાર રમતા રંગે હાથ ઝડપ્યા હતા. પોલીસે સ્થળ પરથી 11 મોબાઈલ રોકડ રકમ 6 વાહનો સહિત લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. હોટલમાં અડધી રાતે રેડ કરી સારા ઘરના નબીરાઓને એલસીબીએ ઝડપી લેતા સમગ્ર જિલ્લામાં ચકચાર મચી છે.

અન્ય સમાચારો પણ છે…

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.