કેવી રીતે આપીશું ચાઇનીઝ સ્માર્ટફોનને મ્હાત ! Made In India સ્માર્ટફોન થઈ શકે છે મોંઘા, આ છે કારણ | How to beat Chinese smartphone! Made in India smartphones can be expensive know reason Technology News

સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સે એક આદેશ જાહેર કર્યો છે જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે મોબાઇલ ફોનમાં ઉપયોગમાં લેવાતા કંપોનેન્ટ્સના આધારે કસ્ટમ ડ્યુટી (Custom Duty)માં વધુ વધારો કરવામાં આવી શકે છે.

કેવી રીતે આપીશું ચાઇનીઝ સ્માર્ટફોનને મ્હાત ! Made In India સ્માર્ટફોન થઈ શકે છે મોંઘા, આ છે કારણ

Symbolic Image

Image Credit source: File Photo

ભારતમાં ગ્રાહકો માટે ટૂંક સમયમાં વધુ એક મોટો ઝટકો લાગવા જઈ રહ્યો છે, આવનારા સમયમાં મોબાઈલ ફોન (Smartphone)ની કિંમતો વધુ વધવાની છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સે એક આદેશ જાહેર કર્યો છે. જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે મોબાઇલ ફોનમાં ઉપયોગમાં લેવાતા કંપોનેન્ટ્સના આધારે કસ્ટમ ડ્યુટી (Custom Duty)માં વધુ વધારો કરવામાં આવી શકે છે. જો ફોનમાં ઉપયોગમાં લેવાતા કંપોનેન્ટ્સની કિંમતો વધે છે, તો તેનો સીધો અર્થ એ છે કે કંપનીઓ આ વધારાના ચાર્જનો બોજ સીધો ગ્રાહકો પર નાખી શકે છે.

સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સિસ એન્ડ કસ્ટમ્સ અને ન્યૂઝ એજન્સી પીટીઆઈના રિપોર્ટ અનુસાર, ડિસ્પ્લે એસેમ્બલી અને બેક સપોર્ટ ફ્રેમ પર કસ્ટમ ડ્યૂટી 10 ટકા વધી શકે છે. જો પાવર કી, એન્ટેના પિન અને ડિસ્પ્લે એસેમ્બલી સાથેના અન્ય કંપોનેન્ટ્સ જો આયાત કરવામાં આવે તો કસ્ટમ ડ્યુટી 5 ટકાથી વધીને 15 ટકા થશે.

સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈનડાયરેક્ટ ટેક્સ અને કસ્ટમ્સ મુજબ, જો ડિસ્પ્લે એસેમ્બલી અન્ય કોઈપણ કંપોનેન્ટ જેમ કે સિમ ટ્રે, સ્પીકર નેટ, એન્ટેના પિન, સ્લાઈડર સ્વીચ, પાવર કી, બેટરી કમ્પોનન્ટ અને પાવર, સ્પીકર્સ, વોલ્યુમ અને ફિંગરપ્રિન્ટ માટે ફ્લેકિસિબલ પ્રિંટેડ સર્કિટ મેટલ/પ્લાસ્ટિક બેક સપોર્ટ ફ્રેમ સાથે અથવા વગર આવે છે, એસેમ્બલી 15% ના BCD રેટ લાગશે.

ભારતીય હેન્ડસેટ ઉત્પાદકો જેમ કે માઇક્રોમેક્સ, લાવા અને ઇન્ટેક્સ સહિત અન્ય કંપનીઓ સ્માર્ટફોનની કિંમતમાં આવનાર વધારો જોવા મળી શકે છે. એટલે કે આવનારા સમયમાં સ્વદેશી ફોન મોંઘા થઈ શકે છે અને તેનું સૌથી મોટું કારણ કસ્ટમ ડ્યુટીમાં વધારો હોઈ શકે છે.

أحدث أقدم