Maharashtra : મુંબઈગરાઓ ખાસ વાંચે, મધ્ય રેલવેએ 10 મુંબઈ AC લોકલ ટ્રેનની સેવા રદ્દ કરી | Maharashtra : Mumbaikars read specially, Central Railway has canceled the service of 10 Mumbai AC local trains

મધ્ય (Central ) રેલવેએ તાજેતરમાં શરૂ થયેલી દસ એસી લોકલ સેવાઓને રદ કરી દીધી છે અને સામાન્ય લોકલ ટ્રેનોને પહેલાની જેમ રદ કરાયેલા સમયમાં ચલાવવાનો નિર્ણય કર્યો છે.

Maharashtra : મુંબઈગરાઓ ખાસ વાંચે, મધ્ય રેલવેએ 10 મુંબઈ AC લોકલ ટ્રેનની સેવા રદ્દ કરી

Central Railway has canceled the service of 10 Mumbai AC local trains

મુંબઈ (Mumbai ) લોકલ ટ્રેનમાં મુસાફરી (Travelling ) કરનારાઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર છે. મધ્ય(Central ) રેલવેએ 19 ઓગસ્ટથી શરૂ થયેલી મુંબઈ એસી લોકલ ટ્રેનની 10 સેવાઓ રદ કરી છે. આ નિર્ણય ગુરુવાર (25 ઓગસ્ટ)થી અમલમાં આવશે. મોટી સંખ્યામાં સામાન્ય મુસાફરોની નારાજગી અને વિરોધ બાદ મધ્ય રેલવેએ આ નિર્ણય લીધો છે. મુંબઈની સામાન્ય લોકલ ટ્રેનોના ફેરીમાં ઘટાડો કરીને દરરોજ દસ એસી લોકલ ટ્રેન ફેરી શરૂ કરવામાં આવી હતી. બદલાપુરમાં મુસાફરો દ્વારા આ અંગે ભારે નારાજગી જોવા મળી હતી.

આ વિરોધ આંદોલનને ધ્યાનમાં રાખીને, મધ્ય રેલવેએ તાજેતરમાં શરૂ થયેલી દસ એસી લોકલ સેવાઓને રદ કરી દીધી છે અને સામાન્ય લોકલ ટ્રેનોને પહેલાની જેમ રદ કરાયેલા સમયમાં ચલાવવાનો નિર્ણય કર્યો છે.

કયા કારણે મધ્ય રેલવેએ 10 એસી લોકલ ટ્રેનો રદ કરી છે

એસી લોકલના કારણે સામાન્ય લોકલ ટ્રેનો આવવામાં વિલંબ થયો હતો અને મુસાફરોને ટ્રેન માટે લાંબો સમય રાહ જોવી પડી હતી. જેના કારણે પ્લેટફોર્મ પર ટ્રેનમાં ચડતા લોકોની ભીડ વધી રહી હતી અને ટ્રેન આવ્યા બાદ પહેલા કરતા વધુ ધક્કા ખાવા લાગ્યા હતા. જ્યારે એસી લોકલ સામાન્ય મુસાફરોને પોષાય તેમ નથી તેથી સામાન્ય મુસાફરો દ્વારા તેને ઠંડો પ્રતિસાદ આપવામાં આવી રહ્યો છે. મળતી માહિતી મુજબ, 10 એસી લોકલમાં 5700 મુસાફરો અને 1 સામાન્ય લોકલમાં 2700 મુસાફરો મુસાફરી કરી રહ્યા હતા. એટલે કે એસી લોકલ ટ્રેનમાં ઓછા લોકો મુસાફરી કરી રહ્યા હોવાનું સ્પષ્ટ થયું છે.

એસી લોકલ ટ્રેનો પણ નોન એસી ટ્રેન તરીકે દોડશે

મધ્ય રેલ્વેએ એ પણ માહિતી આપી છે કે એસી લોકલ ટ્રેનોને નોન એસી લોકલ ટ્રેન તરીકે ચલાવવામાં આવશે અને સમીક્ષા સમિતિના અહેવાલ પછી જ એસી લોકલ ટ્રેનો ફરી શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવશે. NCP ધારાસભ્ય જીતેન્દ્ર આવ્હાડે મંગળવારે બપોરે મધ્ય રેલવેના છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસના વિભાગીય પ્રશાસકની ઓફિસમાં બે કલાકની બેઠક યોજી હતી. તેમણે સવાલ ઉઠાવ્યો હતો કે જો 10 એસી લોકલ ટ્રેન ચલાવવા માટે સામાન્ય લોકલ ટ્રેનો રદ કરવામાં આવે તો સામાન્ય લોકલ ટ્રેનમાં મુસાફરી કરતા હજારો મુસાફરો ક્યાં જશે? આ પછી હવે મધ્ય રેલવેએ ગુરુવારથી એસી લોકલ ટ્રેન સેવાને હાલ પૂરતો રદ કરવાનો નિર્ણય લીધો છે.