પંચમહાલ (ગોધરા)13 મિનિટ પહેલા
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી દ્વારા Modi@20 પુસ્તક અંગે વ્યાખ્યાનનું આયોજન કેન્દ્રીય મંત્રી દેવુંસિંહ ચૌહાણના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યું હતું. જેમાં યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના દ્રષ્ટિકોણ અને વિચારશીલતાની અનુભૂતિ થાય તે હેતુથી વિવિધ લેખકોના અનુભવના આધારે તૈયાર કરવામાં આવેલ અને વિધાર્થીઓને એક નવી દિશા પ્રાપ્ત થાય તે માટે ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના કુલપતિ ડો. પ્રતાપસિંહ ચૌહાણ દ્વારા Modi@20 પુસ્તક અંગે વ્યાખ્યાન યોજાયું હતું.
આ વ્યાખ્યાન કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી દેવુંસિંહ ચૌહાણ ગુજરાત પ્રદેશ ભાજપના જનરલ સેક્રેટરી ભાર્ગવ ભટ્ટ ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ ઉપ કુલપતિ ડો.જગદીશ ભાવસાર, વડોદરા એમ.એસ.યુનિવર્સિટીના સીન્ડીકેટ મેમ્બર સત્યમભાઈ સહિત ઈસી અને એસી મેમ્બર સંલગ્ન કોલેજના ટ્રસ્ટીઓ આચાર્યો અધ્યાપકો એનએસએસ વિભાગના પ્રોગ્રામ ઓફિસર અને મોટી સંખ્યામાં અનુસ્નાતક ભવનના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના કુલપતિ ડો. પ્રતાપસિંહ ચૌહાણે વ્યાખ્યાનને અનુરૂપ આવેલ તમામ મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. યુનિવર્સિટીના પ્રારંભ અને તેની વર્તમાન સ્થિતિના ચિતાર રજૂ કર્યો હતો. સાથે સાથે Modi@20 પુસ્તક સમાયેલા હાર્દને વિદ્યાર્થીઓ સમક્ષ પ્રસ્તુત કર્યા હતા. ગુજરાત ભાજપના જનરલ સેક્રેટરી ભાર્ગવ ભટ્ટ અને ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ ઉપ કુલપતિ ડો.જગદીશ ભાવસારે પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે, પુસ્તકને જન માનસ સુધી કેમ લઈ જવા માટે પ્રયાસો હાથ ધર્યા છે. તેનું એક વ્યક્તિત્વ વિકાસમાં શું મહત્વ છે તે વિષય પર ચર્ચા કરી હતી.
કેન્દ્રીય મંત્રી દેવુંસિંહ ચૌહાણે Modi@20 પુસ્તક વિશે વાત કરતા કહ્યું હતું કે, આ પુસ્તક વિવિધ લેખકોના અનુભવના આધારે તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં સમાજમાં સ્થાન દર્શાવી આ પુસ્તકની મહત્ત્વતા અને તેના વિષય વસ્તુની ઉન્નતા પર ખ્યાલ આપવામાં આવ્યો છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે પુસ્તકના વિવિધ પ્રકરણ અંગે શું પ્રાપ્ત કરવું અને તે માટે કેવા પ્રયત્નો કરવા તે સમજવા પર ભાર આપ્યો હતો. તેમજ વિશ્વમાં ભારતની વર્તમાન સ્થિતિ અને સામર્થ્ય વિશે વાત કરવામાં આવી હતી.
દેવુસિંહ ચૌહાણે જણાવ્યુ હતુ કે એવા એક પ્રધાનમત્રી આવ્યા છે કે જે રાજ્યના 13 વરસ સુધી મુખ્યમંત્રી રહીને ભારતના વડાપ્રધાન રહ્યા હોય તે ભારતના ઈતિહાસની પહેલી ઘટના છે. એવા એક મુખ્યમંત્રી કે લોકશાહીમાં અપેક્ષા મુજબનુ કામ કરવાનુ હોય પણ લોકો અપેક્ષા શુ છે તે જાણવા માટે મુખ્યમત્રી પ્રધાનમંત્રી થયા પહેલા કોમનમેન જેવુ જીવીને 400 જીલ્લાઓમાં રાતવાસો કર્યો છે. તેવા પ્રધાનમંત્રી થયા છે અને લોકોની અપેક્ષા જાણીને તે કરવાનો પ્રયાસ કર્યો છે. આ પુસ્તકમા લીડરશીપની વાત કરી છે, પોલીટીકલ ઈમ્પેકટની વાત કરી છે. દેશના ઈકોનોમી, ગવર્મેન્ટ શું કામ કરી રહી છે. એમના કાર્યકાળ દરમિયાન દેશ અને દુનિયા અસર જેવી નીતી વિષયની વાત કરી છે.
અંતમાં ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના કુલસચિવ ડો.અનિલ સોલંકીએ આવેલ તમામ મહેમાનો આભાર વ્યક્ત કર્યો હતો અને રાષ્ટ્રગીત બાદ વ્યાખ્યાન ને પૂર્ણ કર્યું હતું.