રાજ્યમાં આગામી પાંચ દિવસ નહિવત વરસાદની (Rain) આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદની સંભાવના છે.
ગુજરાતમાં ચોમાસાની સિઝન હવે અંતિમ ચરણમાં છે. ત્યારે રાજ્યમાં આગામી પાંચ દિવસ નહિવત વરસાદની (Rain) આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદની સંભાવના છે. હવામાન વિભાગ (Meteorological Department) અનુસાર રાજ્યમાં હાલ વરસાદ માટે કોઈ જ સિસ્ટમ સક્રિય નથી. અમદાવાદ (Ahmedabad) અને ગાંધીનગરમાં વાદળછાયું વાતારણ રહેશે. મહત્વનું છે કે રાજ્યમાં ચાલું વર્ષે રેકોર્ડ બ્રેક વરસાદ પડ્યો છે.
વરસાદની આગાહી નહીંવત
છેલ્લા કેટલાક દિવસથી વરસાદે ગુજરાતમાં વિરામ લીધો છે. બીજી તરફ હવામાન વિભાગે પણ આગામી પાંચ દિવસ ગુજરાતમાં નહીંવત વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી છે. જો કે હવામાન વિભાગે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છુટો છવાયા ઝાપટા થવાની સંભાવના દર્શાવી છે તો અમદાવાદ અને ગાંધીનગરમાં (Gandhinagar) પણ વરસાદની શક્યતા નહીવત જેવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં અનેક વિસ્તારોમાં વાદળછાયુ વાતાવરણ જોવા મળશે.
વરસાદી સિસ્ટમ સક્રિય નહીં
વરસાદને લઈ હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી પાંચ દિવસ રાજ્યમાં વરસાદની શક્યતા નહીંવત છે. હવામાન વિભાગનું માનીએ તો હાલ રાજ્યમાં કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય ન હોવાથી આગામી પાંચ દિવસ વરસાદ પડશે નહીં. હવામાન વિભાગનું માનીએ તો કેટલાક વિસ્તારમાં માત્ર વરસાદી ઝાપટા પડશે. ગીરસોમનાથ, દ્વારકા, કચ્છ, સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ અને મહેસાણામાં સામાન્ય વરસાદ પડી શકે છે તો અમદાવાદ અને ગાંધીનગરમાં વાદળછાયું વાતાવરણ યથાવત રહેશે.