Morbi : ક્યૂટોન સિરામિક કંપનીના દરોડામાં 300 કરોડના બિનહિસાબી વ્યવહારો મળ્યા | Morbi Unaccounted transactions of 300 crores were found in raid of Qutone Ceramic Company

ગુજરાતમાં(Gujarat) ક્યૂટોન સિરામિક કંપનીના દરોડામાં ૩૦૦ કરોડના બિનહિસાબી વ્યવહારો મળ્યા છે . જેમાં મોરબી સ્થિત કંપનીમાંથી વાંધાજનક દસ્તાવેજો પણ મળી આવ્યા છે

Chandrakant Kanoja

|

Aug 23, 2022 | 9:34 PM

ગુજરાતમાં(Gujarat)  ક્યૂટોન સિરામિક કંપનીના આઇટી (IT Raids) દરોડામાં 300  કરોડના બિનહિસાબી વ્યવહારો મળ્યા છે . જેમાં મોરબી સ્થિત કંપનીમાંથી વાંધાજનક દસ્તાવેજો પણ મળી આવ્યા છે. આ કંપનીમાં મોટાપાયે ટેક્સ ચોરીના પણ પુરાવાઓ પણ IT વિભાગને હાથ લાગ્યા છે. જેમાં 9 ઓગસ્ટના રોજ 36 જેટલા સ્થળોએ દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં મોરબી, રાજકોટ, અમદાવાદમાં પાડવામાં હતા. આ દરોડા રાયપુર, ગુવાહાટી, ગુડગાંવ અને કોલકત્તામાં કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં કંપની ઉપરાંત ફાઈનાન્સરને ત્યાં તપાસ હાથ ધરવામાં આવી હતી.

અમદાવાદ અને રાજકોટ બાદ આવકવેરા વિભાગે હવે સિરામિક પ્રોડક્ટ્સના હબ ગણાતા મોરબીના અગ્રણી ટાઈલ્સ ગૃપ ક્યુટોન સિરામિકના વિવિધ સ્થળો પર વહેલી સવારથી દરોડાની કાર્યવાહી હાથ ધરી  હતી.  રાજ્યમાં ક્યુટોન ગૃપના કુલ 25 સ્થળો પર આવકવેરા વિભાગના 200થી વધુ અધિકારીઓ દ્વારા દરોડાની કાર્યવાહી હાથ ધરી હતી . આ તપાસ દરમિયાન 350 કરોડના બિનહિસાબી વ્યવહારો મળ્યા હતા જેને લઈને આવકવેરા વિભાગે તપાસ વધુ સઘન બનાવી છે.

છેલ્લા 3 થી4 દિવસ દરમિયાન કરાયેલા દરોડાની કામગીરી દરમિયાન 1 કરોડ રોકડ અને 2 કરોડના બિનહિસાબી દાગીનાઓ જપ્ત કરવામાં આવ્યા છે. જેમા 12 જેટલા લોકર પણ સીલ કરવામાં આવ્યા છે. ઉપરાંત આઈટી વિભાગે મોટી રકમના વ્યવહારો થયાના દસ્તાવેજો અને ડિજિટલ ડેટા પણ જપ્ત કર્યા છે.

છેલ્લા 6 મહિનાથી ક્યુટોન સિરામિક ગૃપ આઈટીની રડારમાં

આપને જણાવી દઈએ કે આવકવેરા વિભાગે છેલ્લા એક સપ્તાહથી સિરામિક પ્રોડક્ટ્સના હબ ગણાતા મોરબીના અગ્રણી ટાઈલ્સ ગૃપ ક્યુટોન સિરામિક્સ પર દરોડા પાડી તપાસ શરૂ કરી છે. ક્યુટોન સિરામિક ગૃપ છેલ્લ 6 મહિનાથી આઈટીની રડારમાં હતુ. ક્યુટોન સિરામિક પ્રાઈવેટ લિમીટેડના પ્રમોટર જગદિશ કુંવરજી દલસાણિયા, મનોજ કુમાર અગ્રવાલ, સુનિલ સીતારામ મંગ્નુલિયા અને રાજીવ અદાલખના રાજકોટના નિવાસસ્થાનો અને અમદાવાદ સ્થિત પાંચ સ્થળો સહિત કુલ 25 સ્થળે દરોડા કરવામાં આવ્યા હતા. હજુ પણ આ તપાસ શરુ છે અને હજુ પણ બેનામી વ્યવહારો મળે તેવી શક્યતા છે.

أحدث أقدم