વલસાડ30 મિનિટ પહેલા
- કૉપી લિંક
- ગ્રાહકે અનાજના જથ્થો લઈ જઈ મામલતદાર કચેરીએ પહોંચી ફરિયાદ કરી હતી
વલસાડ શહેરના ધોબીતળાવ વિસ્તારમાં આવેલી પંડિત દિન દયાળ ગ્રાહક ભંડારની દુકાનમાંથી રાહત દરે મળતા અનાજના જથ્થામાં જીવાત નીકળી હતી. જેને લઈને જાગૃત ગ્રાહકે વલસાડ સીટી મામલતદાર સમક્ષ પહોંચીને ફરિયાદ કરી હતી. જેથી વલસાડ સીટી મામલતદારે તેમની ટીમને યોગ્ય તપાસ કરવા આદેશ કર્યો હતો.
ગ્રાહકે દુકાન ઉપર હંગામો મચાવ્યો
વલસાડ શહેરના ધોબી તળાવ ખાતે આવેલી પંડિત દીન દયાળ ગ્રાહક ભંડારના લાયસન્સ ધારક ધર્મેશ પટેલની સસ્તા અનાજની દુકાનમાં આજરોજ રાશન કાર્ડ ધારકોને અનાજનું વિતરણ કરવામાં આવી રહ્યું હતું. તે અનાજમાં જંતુઓ મળી આવતા જાગૃત ગ્રાહકે દુકાન ઉપર હંગામો મચાવ્યો હતો. ત્યારબાદ ગ્રાહક અનાજના જથ્થા અંગે ગ્રાહક દ્વારા દુકાન સંચાલકને જાણ કરતા દુકાનદારે અયોગ્ય વર્તન કર્યુ હતું. જેથી ગ્રાહકે સમગ્ર મામલે અનાજ લઈ જઈ મામલતદાર સમક્ષ ફરીયાદ કરી હતી.
યોગ્ય તપાસની માગ કરાઈ
મામલતદારને સમગ્ર મામલે ફરિયાદ કરવામાં આવતા મામલતદારે ગ્રાહકની સમગ્ર ફરિયાદ સાંભળી સમગ્ર મામલે તપાસના આદેશ આપ્યા હતા. ટીમે તપાસ હાથ ધરતા મોટા પ્રમાણમાં સરકારી અનાજમાં જીવતો જોવા મળી હતી. ગરીબો માટે આવતા અનાજમાં મોટા પ્રમાણમાં કીડાઓ વાળું અનાજ અપાતું હોવાથી ગરીબોના સ્વાસ્થ્ય સાથે ચેડાઓ કરવામાં આવતું હોવાનું સામે આવ્યું છે. વહીવટી તંત્ર દ્વારા યોગ્ય તપાસ થાય એવું સ્થાનિકોએ માગ કરી છે.
વલસાડ સીટી મામલતદાર સમક્ષ ગ્રાહકે ફરિયાદ કરતા સીટી મામલતદાર કલ્પનાબેન ચૌધરીએ યોગ્ય તપાસના આદેશ કર્યા છે. રેશનકાર્ડ ધારક સામે વલસાડ સીટી મામલતદારે અધિકારીઓને મોકલી તપાસ કરવા આદેશ આપવામાં આવ્યા છે. સસ્તા અનાજની દુકાનોમાં ચોમાસાની ઋતુ દરમ્યાન ભેજ વાળું વાતાવરણ હોવાથી જીવાત પડી શકે છે. તપાસ બાદ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.