મુંબઈ - થાણે શહેરમાં નાના બાળકોને હાથ-પગ-મોઢા પર ફોલ્લાના કેસ વધ્યા | MUMBAI - Cases of blisters on hands, feet and mouth of small children have increased in Thane city

મુંબઈ28 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • ચોમાસામાં નાના બાળકોને થતી આ બીમારીએ માથું ઊંચક્યું

મુંબઈ અને થાણે શહેરમાં નાના બાળકોના હાથ- પગ- મોઢા પર ફોલ્લાઓ થવાના ચેપનું પ્રમાણ વધી ગયું છે. હેન્ડ ફૂટ માઉથ ડિઝીઝ તરીકે ઓળખાતા આ રોગમાં નાના બાળકોના શરીર પર ફોલ્લા આવે છે. બાળકોને ફોલ્લા આવવા સાથે તાવ આવે છે. મોઢામાં અલ્સર પણ થાય છે. મુખ્યત્વે ચોમાસામાં નાના બાળકોને થતી આ બીમારી માથું ઊંચતી રહી હોવાથી વાલીઓમાં ચિંતાનું વાતાવરણ છે. તેનાં લક્ષણો મંકીપોક્સ જેવાં જ છે.

છેલ્લાં 10 વર્ષથી આ બીમારી દર ચોમાસામાં નાના બાળકોમા જોવા મળે છે. જુલાઈમાં આ બીમારી માથું ઊંચકે છે, જે પછી સપ્ટેમ્બરમાં બીમારીનું પ્રમાણ વધે છે. જોકે આ રોગ વધુ સમય રહેતો નથી. 3-4 દિવસમાં તાવ ઓછો થાય છે, જ્યારે મંકીપોક્સ બીમારી 2થી 4 અઠવાડિયા સુધી રહે છે. જોકે તે છતાં મંકીપોક્સ પણ અતિગંભીર બીમારી નથી એમ નિષ્ણાતો કહે છે.

સરકાર સંચાલક સર જેજે હોસ્પિટલનાં ડીન અને બાળ રોગ નિષ્ણાત ડો. પલ્લવી સાપળેએ જણાવ્યું હતું કે મંકીપોક્સે મહારાષ્ટ્રમાં હજુ પગપેસારો કર્યો નથી. તાવ, શરીરનું દુખવું, ફોલ્લાનાં લક્ષણો સાથેની હેન્ડ- ફૂટ- માઉથ ડિઝીઝ છેલ્લાં 8-10 વર્ષમાં વધી છે. તેમાં બાળકોને તાવ આવે છે, ચીડચીડિયાપણું આવે છે અને હાથ- પગ પર ફોલ્લા આવે છે. તેનાં લક્ષણો મંકીપોક્સ જેવાં જ છે.

મંકીપોક્સ પણ જોખમી નથી. હાથ- પગ પર ફોલ્લા હોય તો ડોક્ટરને બતાવવું. ડેન્ગ્યુ પણ વધ્યો છે, જેમાં લાલ ચાઠાં આવે છે. નાના બાળકોની ઈમ્યુનિટી ઓછી હોય છે, જેથી તેમને આવી બીમારી લાગુ થાય છે. તેમને માટે વાઈરસ નવો હોય છે. શરદી, ઝાડા થાય તો દુર્લક્ષ નહીં કરો. તુરંત ઉપચાર લો.

લક્ષણો શું છે
ડો. પલ્લવી કહે છે, હેન્ડ- ફૂટ- માઉથ ડિઝીઝમાં બાળકો ચીડચીડિયા થઈ જાય છે, અશક્તિ આવે છે, મોઢામાં ફોલ્લી આવવાથી ખાઈ શકતા નથી. આથી યોગ્ય ઉપચાર લેવાનું જરૂરી છે. શાળાઓ શરૂ થઈ હોવાથી કાળજી લેવાની જરૂર છે. હાથ ધોવા અને સ્વચ્છતા જરૂરી છે. મંકીપોક્સ 2-4 અઠવાડિયા રહે છે, જ્યારે હેન્ડ- ફૂટ- માઉથમાં તાવ 4 દિવસ પછી નીકળી જાય છે. પ્રતિકાર શક્તિ સારી હોય તો બંને બીમારી ઝડપથી સારી થઈ શકે છે, એમ તેમણે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post