બનાસ નદીમાં છેલ્લા પંદર દિવસમાં નવ લોકો તણાયા, ચારના મૃતદેહ મળ્યા, પાંચની શોધખોળ ચાલુ | Nine people drowned in Banas river in last fifteen days, bodies of four found, search for five continues

બનાસકાંઠા (પાલનપુર)5 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • નદીના પટ વિસ્તાર ન જવા વહીવટી તંત્ર દ્વારા નું જાહેરનામું છતાં લોકો બેપરવાહ બની રહ્યા છે

બનાસકાંઠા જિલ્લામાં 125.58 ટકા એવરેજ વરસાદ નોંધાયો છે. સારા વરસાદના પગલે નદી-નાળાઓ છલકાયા છે. જેમાં ઉપરવાસમાં ભારે વરસાદના કારણે બનાસ નદી ગાંડીતુર બની હતી. ખાલી પડેલ દાંતીવાડા ડેમમાં પાણીની આવકમાં વધારો થતાં ડેમનું લેવલ 600 ફૂટ નજીક નજીક પહોંચી જતા દાંતીવાડા ડેમના દરવાજા એક બાદ એક કુલ ચાર દરવાજા ખોલવામાં આવ્યા હતા. જેને લઈ વહીવટીતંત્રએ દાંતીવાડા થી નીચાણવાળા વિસ્તારોમાં તેમજ રાજસ્થાનથી ગુજરાતમાં પ્રવેશતા બનાસ નદી કાંઠાના ગામોના તમામ ગામોને જિલ્લા વહીવટીતંત્ર જિલ્લા કલેકટર તાલુકા મામલતદારો દ્વારા સચેત રહેવા અને નદીના પટમાં ન ઉતરવા વારંવાર અપીલો કરવા આવી હતી. બનાસ નદીના પટમાં ન જવા તંત્ર નું જાહેરનામું છતાં લોકો બેપરવા બની રહ્યા છે ત્યારે 14 ઓગસ્ટ થી લઈ 27 ઓગસ્ટ 2022 સુધી અમીરગઢ થી લઈ કાંકરેજ સુધી કુલ નવ જેટલા લોકો બનાસ નદીમાં તણાયા છે. જેમાં ચાર લોકોના મૃતદેહો મળી ગયા પરંતુ હજુ પાંચ લોકો ને વહીવટીતંત્ર નદીના પાણીમાં શોધખોળ કરી રહ્યું છે.

રાજસ્થાનમાંથી નીકળતી અને બનાસકાંઠામાં પ્રવેશતી બનાસ નદીમાં 14 ઓગસ્ટ થી 27 ઓગસ્ટ સુધી 9 જેટલા લોકોના બનાસ નદીમાં તણાયા છે.

  1. 14 ઓગસ્ટ ના સુમરા તમન્ના ઉંમર આશરે 8 વર્ષ માલણ ની સગીરા ઇકબાલગઢ નજીક વિશ્વેશ્વરમાં નાહવા જતા ઊંડા પાણીમાં ગરકાવ થતાં તેનું મોત નીપજ્યું હતું
  2. 25 ઓગસ્ટના અમીરગઢ પાસે બનાસ નદીમાં ન્હાવા પડેલ એક બાળક સુરવીર માજીરાણા ઉંમર આશરે 10 વર્ષ પાલનપુર વાળા ઊંડા પાણીમાં ગરકાવ થતાં તેનું મોત નીપજયું હતું સ્થાનિક તરવૈયાઓની મદદથી તેને બહારની કરવામાં આવ્યો હતો.
  3. 26 ઓગસ્ટના અમીરગઢ પાસે પસાર થતી ત્રણ નદીઓ બનાસ નદીને મળે છે ત્રિવેણી સંગમ નદીઓના કોઝવે પરથી પસાર થતાં જીતુભાઈ સવાનિયા વાળા કોઝવે પરથી પડી જતા ઊંડા પાણીમાં ગરકાવના કારણે સ્થાનિક તરવૈયાઓ અને બચાવી લેવામાં આવ્યા હતા. પરંતુ અમીરગઢ થી પાલનપુર જતા સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું.
  4. દાંતીવાડા ડેમમાંથી પાણી છોડાતા 25 ઓગસ્ટના પાણી બનાસ નદી ડીસા પાસે પહોંચી ગયું હતું. જેમાં ત્રણ યુવકો ઈકબાલભાઈ અબ્બાસ ભાઈ સુમરા, ઈલિયાસભાઈ મહંમદભાઈ સુમરા,બદરેઆલમ એ ઘસુરા બે મિત્રો પાણીમાં ડૂબવા લાગત ત્રીજો મિત્ર તેમને બચાવવા જતા ત્રણ યુવકો તણાયા હતા. હજુ સુધી તેમની શોધખોળ જારી છે.
  5. 26 ઓગસ્ટના દાંતીવાડા ડેમમાંથી પાણી છોડાતા પાણી બનાસ નદી થઈ શિહોરી કાંકરેજ સહિતના વિસ્તારોમાં પહોંચ્યું હતું. જેમાં કાંકરેજના ઉંબરી નજીક નરસિંહભાઈ ઘટાડ ઉંમર 13 વર્ષ રવજીભાઈ ઘટાડ ઉંમર 33 વર્ષ બંને કાંકરેજના ઉંબરી રહેવાસી બે લોકો ડૂબ્યા હતા. જેમાં એકનો મૃતદેહ મળી આવ્યો હતો. એક ઈસમ નો શોધખોળ હાથ ધરી છે.
  6. 26 ઓગસ્ટ અમરગીરી ગોસ્વામી ઉંમર 40 વર્ષ છત્રાલા જે છત્રાલા નજીક બનાસ નદીમાં તણાતા હજી સુધી તેમની વહીવટી તંત્ર દ્વારા તેમની શોધખોળ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે…
أحدث أقدم