NZ vs WI: નિર્ણાયક વન-ડેમાં ન્યૂઝીલેન્ડનો પાંચ વિકેટે વિજય

[og_img]

  • ન્યૂઝીલેન્ડે વિન્ડીઝને અંતિમ મેચમાં પાંચ વિકેટે હરાવ્યું
  • કિવિ ટીમે ત્રણ મેચની શ્રેણી 2-1થી પોતાના નામે કરી લીધી
  • વિન્ડીઝ 8/301, મેયર્સ 105, ન્યૂઝીલેન્ડ 5/307, લાથામ 69 

ચાર બેટ્સમેનોએ નોંધાવેલી અડધી સદીની મદદથી ન્યૂઝીલેન્ડે અહીં રમાયેલી ત્રીજી અને નિર્ણાયક વન-ડે મેચમાં યજમાન વેસ્ટ ઇન્ડિઝને 17 બોલ બાકી રાખી પાંચ વિકેટે પરાજય આપ્યો હતો. આ સાથે કિવિ ટીમે ત્રણ મેચની શ્રેણી 2-1થી પોતાના નામે કરી લીધી હતી. ન્યૂઝીલેન્ડની મેન્સ ટીમે પ્રથમ વખત વેસ્ટ ઇન્ડિઝમાં વન-ડે શ્રેણી પણ જીતી છે.

સુકાની ટોમ લાથામ મેન ઓફ ધ મેચ

ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. વિન્ડીઝે આઠ વિકેટે 301 રનનો સ્કોર નોંધાવ્યો હતો. ટોમ લાથામને મેન ઓફ ધ મેચ તથા મિચેલ સાન્તેનરને પ્લેયર ઓફ ધ સિરીઝ જાહેર કરવામાં આવ્યા હતા. કપરો ટાર્ગેટ ચેઝ કરનાર કિવિ ટીમ માટે ગુપ્ટિલે 64 બોલમાં 57, કોનવેએ 63 બોલમાં 56, સુકાની ટોમ લાથામે 75 બોલમાં 69 અને ડેરિલ મિચેલે 49 બોલમાં 63 રનનું યોગદાન આપ્યું હતું. જેસન હોલ્ડર અને યાનિસ ચારિહે બે-બે વિકેટ હાંસલ કરી હતી.

ન્યૂઝીલેન્ડે 2-1થી શ્રેણી જીતી

બેટિંગ માટે આસાન જણાતી પિચ ઉપર કેરેબિયન ઓપનર્સ શાઇ હોપ અને કેયલ મેયર્સે પ્રથમ વિકેટ માટે 173 રનની ભાગીદારી નોંધાવીને ટીમ માટે મજબૂત શરૂઆત કરી હતી. હોપે 51 રન બનાવ્યા હતા. મેયર્સે 110 બોલમાં 12 બાઉન્ડ્રી અને ત્રણ સિક્સર વડે 105 રનની ઇનિંગ રમી હતી. નવર્સ નાઇન્ટીનો શિકાર બનેલા નિકોલસ પૂરને 55 બોલમાં નવ સિક્સર અને ચાર બાઉન્ડ્રી વડે 91 રન બનાવ્યા હતા.

أحدث أقدم