Monday, August 22, 2022

શ્રાવણ માસના છેલ્લો સોમવારે પાટણનાં શિવાલયો હર હર ભોલેના નાદથી ગૂંજયા | On the last Monday of the month of Shravan, the Shivalayas of Patan resounded with the sound of Har Har Bhole.

પાટણ24 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • શિવજીને બિલીપત્ર ચડાવી દૂધ અને જળનો અભિષેક કરાયો

પવિત્ર શ્રાવણ માસના છેલ્લા સોમાવરે શિવ શિવભક્ત એક મહિના સુધી પૂજન અર્ચન કરી ભોળાનાથ ને રિઝવ્યા હતા. શ્રાવણ માસ છેલ્લા સોમવારે પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લાનાં શિવમંદિરોમાં શિવભક્તો ભગવાનની પૂજા અર્ચના અને અભિષેક કરી ધન્યતા અનુભવી હતી. શહેરના શિવ મંદિરો વિવિધ આગી કરવામાં આવી હતી. જેના દર્શનનો લાભ ભવિક ભક્તોએ લીધો હતો.

શિવજીનો પવિત્ર શ્રાવણ માસના છેલ્લા સોમવારે શિવ ભક્તોમાં અનેરો ઉત્સાવ જોવા મળ્યો હતો . શ્રાવણ માસના છેલ્લા સોમવારે પાટણ શહેરમાં સિધ્ધનાથ મહાદેવ , બગેશ્વર મહાદેવ , નીલકંઠ મહાદેવ , ગુપ્તેશ્વર મહાદેવ , ત્રિપુરારેશ્વર મહાદેવ , મલેશ્વર મહાદેવ ,સિધેશ્વર મહાદેવ , જબરેસ્વર મહાદેવ , લોટેશ્વર મહાદેવ , ગૌકણેશ્વર મહાદેવ , છત્રપતેશ્વર મહાદેવ , જાળેશ્વર મહાદેવ , આનંદેશ્વર મહાદેવ , સહિતના શિવમંદિરોમાં શિવભક્તો વહેલી સવાર થીજ ભગવાનને બિલિપત્ર દૂધ અને જળ સહિત વિવિધ દ્રવ્યો અર્પણ કરી ભગવાનનો અભિષેક અને સેવા પૂજા કરી ધન્યતા અનુભવી હતી.

આમ શ્રાવણ માસના છેલ્લા સોમવારે શિવાલયોમાં હરહર ભોળાનાથ અને ઓમ નામઃ શિવાયનો નાદ ગુંજ્યો હતો.

અન્ય સમાચારો પણ છે…

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.