મંદિરમાં મીડિયાકર્મીને કવરેજ પર પ્રતિબંધ ફરમાવતા રોષ; મંદિરના પ્રવેશ દ્વાર સામે જ કાળી પટ્ટી ધારણ કરી ધરણા પર ઉતર્યા | Outrage banning media personnel from covering temple; In front of the entrance gate of the temple, they put on a black band and went on a dharna

40 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • મીડિયાકર્મીઓએ કહ્યું- અમે પત્રકારો છીએ..આતંકવાદી નહીં
  • સુરક્ષા વિભાગ તરફથી કવરેજ માટે મંજૂરી પણ ટ્રસ્ટની જ આનાકાની
  • દર્શનાર્થીઓએ પણ આ બાબતે મંદિર ટ્રસ્ટની આલોચના કરી

ગીર સોમનાથમાં આવેલા પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથ ખાતે પત્રકારો ધરણા પર ઉતર્યા છે. ટ્રસ્ટ દ્વારા પત્રકારોને કવરેજ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, જેને લઈને મીડિયાકર્મીઓમાં રોષની લાગણી ફેલાઈ છે અને મંદિરના ગેટની સામે જ કાળી પટ્ટી લગાવીને ધરણા પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે.

પત્રકારોએ ટ્રસ્ટ વિરુદ્ધ વિવિધ સૂત્રોચ્ચાર કર્યાં
મીડિયાકર્મીઓએ રોષની લાગણી સાથે મંદિર પાસે ધરણા પર બેઠા છે અને તેઓ વિવિધ સૂત્રોચ્ચાર કરી રહ્યા છે જેમકે અમે પત્રકારો છીએ, આતંકવાદી નથી. સદબુદ્ધિ આપો…સોમનાથ ટ્રસ્ટને સદબુદ્ધિ આપો.

સુરક્ષા વિભાગ દ્વારા પત્રકારો ને કવરેજ માટે મંજૂરી પરંતુ સોમનાથ ટ્રસ્ટ દ્વારા પ્રતિબંધ
સુરક્ષા વિભાગ તરફથી પત્રકારોને કવરેજ કરવા માટેની મંજૂરી છે પરંતુ ટ્રસ્ટ તરફથી મીડિયાકર્મીઓને રોકવામાં આવી રહ્યા છે. જેને લઈને હાલ પૂર જોશમાં વિરોધ નોંધાઈ રહ્યો છે. મંદિરે દર્શન કરતા ભાવિકોએ પણ સોમનાથ ટ્રસ્ટની આલોચના કરી છે.

અન્ય સમાચારો પણ છે…
أحدث أقدم