અંધ હોવા છતા ક્રિકેટ વર્લ્ડ કપ રમી દેશનું નામ રોશન કર્યું, PAKને પછાડી મેન ઓફ ધ મેચ બન્યાં, આજે પેટ ભરવા ખેત મજૂરી કરવા મજબૂર | Despite being blind, he played cricket world cup and made the country famous, became the man of the match by beating Pakistan, but today he is doing farm labor to feed his family.

  • ગુજરાતી સમાચાર
  • સ્થાનિક
  • ગુજરાત
  • અરવલ્લી
  • અંધ હોવા છતાં, તેણે ક્રિકેટ વર્લ્ડ કપ રમ્યો અને દેશને પ્રખ્યાત બનાવ્યું, પાકિસ્તાનને હરાવીને મેન ઓફ ધ મેચ બન્યો, પરંતુ આજે તે તેના પરિવારનું પેટ ભરવા માટે ખેતમજૂરી કરી રહ્યો છે.

અરવલ્લી (મોડાસા)20 મિનિટ પહેલા

  • સાબરકાંઠાના બ્લાઈન્ડ ક્રિકેટર ભલાજી સાથે દિવ્યભાસ્કરની ખાસ વાતચીત
  • વર્લ્ડકપના સેમિફાઈલનમાં SA સામે 78 રનની આક્રમક ઇનિંગ રમ્યા
  • આજે ભલાજીના બાળકોના નશીબમાં સારા કપડાં પણ નથી

કોઈપણ વર્લ્ડકપ ક્રિકેટ રમેલો ખેલાડી એક કાચા જર્જરિત મકાન માં રહી પશુ ચરાવી ખેત મજૂરી કરી ને પોતાના ઘરડા માતા પિતા સહિત પોતાના પરિવાર નું ગુજરાન ચલાવતો હોય આવું ક્યાંય જોયું છે તો આજે અમે આપને એવા એક અંધ વર્લ્ડકપ વિજેતા ઓલ રાઉન્ડર ખેલાડીના નિવાસ સ્થાને લઈ જઈએ છીએ એમને જોઈને આપ સૌની આંખો આંસુને રોકી નહીં શકે કેમ કે ક્રિકેટની રમત નાના છોકરાથી લઈ વૃદ્ધ અને ખાટલે પડેલ હોય એ પણ બહુ રસિક હોય છે ત્યારે દેશ માટે રમેલ ક્રિકેટરની કેવી હાલત છે એ જોઈએ.

‘કેવી રીતે ભલાજી ક્રિકેટર બન્યાં?’
માલપુરના નાનકડા એવા પીપરાણા ગામે એક ગરીબ ખેત મજૂર ને ઘરે જન્મેલા ભલાજી ડામોર જન્મથી અંધ છે જન્મ્યા ત્યારે માતા પિતાને બહુ ચિંતા હતી કે, હવે અંધ દીકરો છે તો કઈ રીતે એનો ઉછેર કરીશું પરંતુ ભલે અધ હતો પણ બહુ જ ચબરાક હતો. શાળા એ જાય એટલો મોટો થયો એટલે બીજા બાળકોની જેમએ પણ ભણવા જવા માટે બહુ જીદ કરતો એટલે એને પ્રાથમિક શાળામાં અભ્યાસ અર્થે મુક્યો એવામાં સાબરકાંઠા જિલ્લા ખાતે ચાલતી સંસ્થા રાષ્ટ્રીય અંધજન મંડળ દ્વારા અંધ વિદ્યાર્થીઓને અભ્યાસ માટે શિક્ષકો મુકવામાં આવ્યા અને બ્રેઇલ લિપિ વાડા પુસ્તકો દ્વારા ભલાજી ડામોરને ભણાવવા લાગ્યા તો ભલાજી ડામોર બ્રેઇલ લિપિના સહારે ધોરણ 12 સુધી અભ્યાસ કર્યો એ દરમિયાન અભ્યાસ ની સાથે સાથે રાષ્ટ્રીય અંધજન મંડળ દ્વારા કલચર એક્ટિવિટી પણ અંધ વિદ્યાર્થીઓ પાસે કરાવતા હતા. એ તમામ એક્ટિવિટીમાં ભલાજી ડામોરને ક્રિકેટની રમતનો બહુ શોખ હતો એટલે એમણે ક્રિકેટની રમતમાં બરોબર મન પરોવી લીધું અને ક્રિકેટમાં ઓલ રાઉન્ડર ખેલાડી તરીકે પ્રસિદ્ધ થયા હતા.

ભલાજી ડામોર હાલમાં ખેત મજૂરી કરે છે

ભલાજી ડામોર હાલમાં ખેત મજૂરી કરે છે

‘વર્લ્ડ કપમાં પાકિસ્તાન ને કારમો પરાજય અપાવ્યો’
અલગ અલગ જિલ્લા પ્રાંત લેવલે મેચમાં ભાગ લઈ સતત વિજયી બનતો ગયો ઇડરની ટીમ ગુજરાતમાં પ્રખ્યાત થઈ ધીરે ધીરે પ્રેક્ટિસ કરતો કરતો ગુજરાત કપ જીત્યો ત્યારે રાષ્ટ્રીય અંધજન મંડળના મેનેજિંગ ડાયરેક્ટર અને હાલ ગુજરાત વિકલાંગ નિગમના કમિશ્નર પ્રો ભાસ્કર ભાઈ મહેતા એ ભલાજી ને આગળ વધવા ખૂબ પ્રેરણા આપી અને ભલાજી ડામોર નેશનલ કપ રમ્યો એમાં પણ સતત મેંન ઓફ ધ મેચ અને મેન ઓફ ધ સિરીઝ બન્યો હવે આટલું કર્યા પછી 1998માં હોટલ કનિષ્કના સ્પોન્સરશિપ હેઠળ દિલ્હીમાં કનિષ્ક અંધ વર્લ્ડકપ યોજાયો એમાં સેમિફાઇનલ સુધી પહોંચ્યા અને સેમી ફાઇનલમાં દુશ્મન દેશ પાકિસ્તાન ને કારમો પરાજય આપી પોતે મેન ઓફ ધ મેચ બન્યો અને ભારત ની અંધ ક્રિકેટ ટીમ ને ફાઇનલ સુધી પહોંચાડી અને ફાઈનલ મેચમાં મેન ઓફ ધ સિરીઝ બન્યો અને દેશ ગુજરાત રાજ્ય નું અને અરવલ્લી જિલ્લાનું નામ સમગ્ર વિશ્વમાં રોશન કર્યું આમ અંધ હોવા છતાં ક્રિકેટમાં વિશ્વ લેવલે દેશને ગૌરવ અપાવનાર ભલાજી ડામોર ની સફર અનોખી રહી એ સમયે દરેકે અભિનંદન આપ્યા શિલ્ડ આપ્યો સર્ટિફિકેટ આપ્યો અને ભલાજી ઘરે આવ્યા ગામ અને તાલુકા લેવલે પણ તેમનું સ્વાગત કરાયું પણ સાચી સફર હવે શરૂ થાય છે.

ભલાજી ડામોરને મળેતા સર્ટિફિકેટ

ભલાજી ડામોરને મળેતા સર્ટિફિકેટ

‘આજે ખેત મજૂરી કરી પરિવારનું પેટ ભરે છે’
12માં ધોરણ સુધી અભ્યાસ કર્યો પછી આગળ પણ ભણવું હતું પરંતુ ગરીબ સ્થિતિ હતી એટલે ભણવા અસમર્થ હતા કેમ કે આગળ કોલેજ નો અભ્યાસ કરવા માટે મોડાસા જવું પડે એટલે નાણાં હતા નહીં એટલે ઘરે રહી પશુ ચરાવવા અને ખેત મજૂરી કરી ને જીવન વિતાવતો હતો લગ્ન કરવાની ઉંમર થઈ એટલે ભલાજીના સમાજમાં જ તેના લગ્ન કરાવ્યા ગરીબીમાં મજૂરી કરી જીવન જીવતા જીવતા ભલાજી બે સંતાનોનો પિતા બન્યો ઘરમાં મા-બાપ પણ વૃદ્ધ થયા એટલે હવે એ ખેત મજૂરી કરી શકે એમ ન હતા, એટલે પોતાના સંતાનો પત્ની અને મા બાપ બધાની જવાબદારી ભલાજી ના શિરે હતી.

ભલાજી ડામોરનું ઘર

ભલાજી ડામોરનું ઘર

‘બે ટાઈમ રોટલો પણ મળવો મુશ્કેલ છે’
મજૂરી કરતા કરતા નાની ઉંમરે પોતે વૃદ્ધ થઈ ગયા હોય એવી ભલાજી ડામોરની હાલત થઈ ત્યારે ભગવાને જે વ્યક્તિને દ્રષ્ટિ તો આપી નથી પરંતુ પોતાની સુજબૂજથી દેશ માટે ભારતને ગૌરવ અપાવવા માટે ક્રિકેટની રમતમાં પુષ્કળ મહેનત કરીને નિપુણ થયેલા ભલાજી ડામોરની આજે શું આ સ્થિતિ? સચિન તેંડુલકર હોય, સૌરાવ ગાંગુલી હોય કે મહેન્દ્ર સિંહ ધોની હોય કરોડોના બંગલામાં ચારે કોર સિક્યુરિટી ફોર્સ સાથે જીવન વિતાવતા હોય છે સરકાર પણ કરોડો રૂપિયા આપે છે અને અલગ અલગ સંસ્થા દ્વારા પણ કરોડો ની લહાણી કરવા માં આવે છે તો દ્રષ્ટિ ના હોવા છતાં એ પણ દેશ માટે જ રમ્યો છે દેશ ને જ ગૌરવ આપાવ્યું છે એને તો એને કરોડો અબજો નહીં પણ કમ એ કમ બે ટાઈમ નો રોટલો પણ ના મળે ? ઘરડા મા-બાપનો જે વર્લ્ડકપ રમવા ગયો એ વખત નો ઉમંગ હતો તે પણ રોડાઈ ગયો ત્યારે આવા અંધ વર્લ્ડકપમાં શ્રેષ્ઠ દેખાવ કરનાર અંધ ક્રિકેટર ભલાજી ડામોરની આજે કફોડી હાલત છે

1998ના વર્લ્ડ કપ સમયની તસવીર

1998ના વર્લ્ડ કપ સમયની તસવીર

ઘરની હાલની સ્થિતિનું વર્ણન
હાલ એક કાચા મકાન માં રહે છે બે નાના બાળકો ને સરખા પહેરવા કપડાં પણ નથી પિતા વૃદ્ધ છે એટલે એ પણ એક ખાટલા પર સુઈ રહે છે ઘરમાં ગેસ નો ચૂલો પણ નથી અરે પાણી પીવા માટે જૂનું કટાઈ ગયું હોય એવું માત્ર એક માટલું જ છે કાચા ચૂલા પર લાકડા સળગાવી રોટલો બનાવી ને ભોજન માણે છે ત્યારે સચિન તેંડુલકર નો દીકરો સારી વીઆઇપી શાળા માં અભ્યાસ કરે તો એજ રમત માં દેશ ને ગૌરવ અપાવનાર ભલાજી ડામોર ના બાળકો ને સારા કપડાં પણ ના મળે શુ એક વર્લ્ડકપના ખેલાડી ની આ સ્થિતિ ત્યારે સરકાર પાસે ભલાજી ડામોર વિનંતી કરે છે કે એને કોઈ સહાય આપવામાં આવે જેના કારણે વૃદ્ધ માં બાપ ને તેમની યુવાન અવસ્થા માં તો ક્યાંય સુખ ના મળ્યું પણ અવસ્થા એ પહોંચ્યા પછી કંઈક મદદ મળે અને કંઈક સારી સ્થિતિ જોવે તો જીવેલું સાર્થક ગણાય

ભલાજી ડામોરના પિતા અને બાળકો

ભલાજી ડામોરના પિતા અને બાળકો

કેવી રીતે રમાય છે અંધ ક્રિકેટ?
દરેક ને થતું હશે કે અંધ વ્યક્તિ કાઈ રીતે ક્રિકેટ રમેં તો એ સંશય પણ આપણે દૂર કરી દઈએ કે બેટ સ્ટમ્પ પેડ હેન્ડ ગ્લોઝ શૂઝ આ બધું સામાન્ય ક્રિકેટર જેવું પરંતુ બોલ માં ઘૂઘરા હોય છે એ ઘૂઘરા વાડા બોલ ના અવાજ ની દિશા થી બેટ વડે બોલ ના ફટકા મારે છે અને ચોક્કા છક્કાની રમઝટ બોલાવી દેશ ને ગૌરવ આપાવ્યું છે ત્યારે ભલાજી ડામોર માટે આપણે સૌ સરકાર ને વિનંતી કરીએ કે એમને સામાન્ય ક્રિકેટર જેવા લાભ મળે.

અન્ય સમાચારો પણ છે…
أحدث أقدم