No results found

    દૂધમાં સાંકરની જેમ ભળી ગયેલા પારસી સમાજે ભરુચમાં હર્ષભેર ઉજવણી કરી | The Parsi community, mixed like hybrids in milk, celebrated jubilantly in Bharuch

    ભરૂચ15 મિનિટ પહેલા

    • કૉપી લિંક
    • ભરૂચ-અંકલેશ્વરમાં એકમેકને નવરોઝ મુબારકની શુભકામનાઓ પાઠવી

    ભરુચ-અંકલેશ્વરમાં વસતા પારસી સમાજે પતેતી પર્વ ઉજવણી કરી એકમેકને નવરોઝ મુબારકની શુભકામનાઓ પાઠવી હતી. ભારતના સંજાણ બંદરે 1390 વર્ષ પહેલાં આવી દૂધમાં સાંકરની જેમ ભળી ગયેલા પારસી સમાજે પતેતી પર્વ નિમિત્તે નવરોઝ પર્વ ઉજવ્યું હતું.

    પવિત્ર અગ્નિ‌ની પૂજા-અર્ચના કરી
    ભરૂચ-અંકલેશ્વરમાં અગિયારીઓમાં વહેલી સવારે પારસીઓ પવિત્ર અગ્નિ‌ની પૂજા કરી નવરોઝ મુબારકની એકમેકને શુભકામના પાઠવી હતી.દૂધમાં સાકરની જેમ ભળી જનારા શાંત અને મળતાવડો સ્વભાવ ધરાવનારા પારસી સમાજ દ્વારા પતેતી પર્વ અને પારસી નૂતન વર્ષ 1392ની પરંપરાગત ઉજવણી કરાઈ હતી.વહેલી સવારે અગિયારીઓમાં પારસી ભાઇ-બહેનો, બાળકો અને વડીલોએ સુખડના લાકડા અર્પણ કરવા સાથે પવિત્ર અગ્નિ‌ની પૂજા-અર્ચના કરી હતી.

    અન્ય સમાચારો પણ છે…

    Post a Comment

    Previous Next

    نموذج الاتصال