જુનાગઢએક કલાક પહેલા
- તિરંગા યાત્રામાં અનેક મહાનુભવો ઉપસ્થિત રહ્યાં
જૂનાગઢ શહેર જ્યારે દેશભક્તિના રંગમાં રંગાયું છે. સરકારી કચેરીઓથી માંડી અને ઘર ઘર સુધી જ્યારે તિરંગા લહેરાઈ રહ્યા છે. આ ઉત્સવ અને ઉમંગના સહભાગી થવા જૂનાગઢ મુસ્લિમ સમાજ દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
અનેક મહાનુભવો ઉપસ્થિત રહ્યાં
75માં આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે રાજ્યમાં વિવિધ સ્થળો પર તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું. જૂનાગઢમાં હિંદુ મુસ્લિમ સમાજના લોકો એક થઈ અને આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યા છે. જૂનાગઢ મહાનગરના વિરોધ પક્ષના નેતા અને મુસ્લિમ અગ્રણી અદ્રમાનભાઈ પંજા અને તેમની ટીમ દ્વારા શહેરના ભાટિયા ધરમશાળા ખાતેથી તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના વિવિધ માર્ગો પર તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જૂનાગઢના મેયર, ડેપ્યુટી મેયર, ધારાસભ્ય, સહકારી બેંકના કર્મચારી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.