માંડવી29 મિનિટ પહેલા
- કૉપી લિંક
- કોર્ટ સમક્ષ પોલીસે માર માર્યાનું સાબિત થતાં અદાલતે કર્યો હુકમ
માંડવી પોલીસ સ્ટેશનમાં સ્વતંત્ર પીઆઇનો હવાલો સંભાળતા અઘિકારી દ્વારા રીઢા આરોપીને ઢોર માર મારવામાં આવ્યો હોવાનું સાબિત થતા પીઆઇ અને કોન્સ્ટેબલ સામે ફોજદારી ગુનો દાખલ કરવા માંડવી અધિક જ્યુ મેજી. ફસ્ટ ક્લાસ જજ દ્વારા હૂકમ કરતા પોલીસ બેડામાં હલચલ મચી જવા પામી છે.
બનાવની વિગત અનુસાર અન્ય ગુનામાં ફરાર આરોપી વિનોદ અજીતસિંહ ચૂડાસમા રહે. માંડવી ગત 12 ફ્રેબુઆરી 2021ના માંડવી આવતો હોવાની વિગતો જાણવા મળતા પોલીસની ટીમે વોચ રાખી નદીના નાકા પાસે પોલીસ પોતાની ગાડી વચ્ચે મૂકીને સામે આવતા આરોપીની ગાડી રોકવાનો સંકેત આપ્યો હતો પણ ગાડી રોકવાની બદલીમાં પુર જોશમાં પોલીસની ગાડી પર આરોપીએ પોતાની ગાડી ચડાવી રસ્તા પર ઉભેલા પોલીસ કર્મીઓ પણ ગાડી ચડાવવાની કોશિશ કરી હતી, આરોપીને પોલીસે 11 નંગ અંગ્રેજી દારૂની બોટલ સાથે ઝડપી પાડ્યો હતો.
જેતે સમયે આરોપી વિરૂધ આઇપીસીની વિવિધ કલમો તળે ગુનો નોંધવામાં આવ્યો હતો. પોલીસ મથકમાં પકડાયેલા આરોપીના કપડા કાઢી નગ્ન કરીને ઈન ચાર્જ પીઆઇ આર સી ગોહીલ અને પો. કો.ભાર્ગવ ચોધરી અન્ય ચાર લોકો એ ઢોર માર માર્યો હોવાની ફરિયાદ સાથે આરોપી વિનોદ ચૂડાસમાને કોર્ટે માં રજુ કરતા જજ સમક્ષ પોતાને પોલીસ માર માર્યો હોવાની વાત કરતા જજ હોસ્પિટલ લઈ જવા કહ્યું હતું. એમ.એલ.સી.માં માર મારવામાં આવ્યો હોવાનું સાબિત થતા માંડવી કોર્ટે સેશન્સ કોર્ટે નો અભિપ્રાય માંગીને 15 જુલાઇ 2022ના અધિક જ્યુ મેજી. ફસ્ટ ક્લાસના જજ દ્વારા ઈનચાર્જ પીઆઇ આર.સી. ગોહીલ અને પો કો ભાર્ગવ ચોધરી સામે ફોજદારી ગુનો કોર્ટેમાં દાખલ કરવામાં આવ્યો હતો.
https://images.bhaskarassets.com/web2images/521/2020/11/dvb_1604320831.png