Monday, August 29, 2022

ધાનપુરના નાકટી પાસેથી પોલીસે પીકઅપમાં કતલખાને લઈ જવાતી પાંચ ભેંસો બચાવી | Police rescued five buffaloes from Nakti in Dhanpur which were being taken to the slaughter house in a pickup

દાહોદ28 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • 1.5 લાખની ભેંસો અને 3 લાખની ગાડી મળી 4.5 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો
  • ચાલક વાહન મુકી ફરાર, કંડક્ટર ઝડપાઈ ગયો

દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના પીપેરો ગામે દેવગઢ બારીઆ તરફથી આવતી એક પીકઅપને પોલીસે ઉભી રાખી હતી.પોલીસે પીકપ ગાડીની તલાસી લેતા તેમાંથી કતલખાને લઈ જવાતી પાંચ ભેંસોને બચાવી લેવામા આવી હતી.પોલીસે કુલ 4,50,000રુનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

શંકાસ્પદ લાગતા પોલીસે પીકઅપ રોકવા પ્રયાસ કર્યો
ધાનપુર તાલુકાના પીપેરો ગામે તપાસમાં આવેલી દાહોદ એલસીબી તેમજ ધાનપુર પોલીસની સંયુક્ત કામગીરી હેઠળ દેવગઢ બારીઆ તરફથી આવતીપીકપ ગાડી શંકાસ્પદ લગતા ધાનપુર પોલીસ અધિકારીઓ ગાડી રોકવાનો પ્રયાસ કર્યો હતો.

નાકટીમા ઝડપાયા પણ ચાલક ગાડી મુકી ફરાર થઈ ગયો
પિપેરોથી લીમખેડા તરફ ભાગતા અગાસવાણી ચોકડીથી ચોર બારીયા નાકટી ગામ આવતા રસ્તામાં એલસીબી પોલીસ અને ધાનપુર પોલીસ પકડી પાડ્યા હતા .
જો કે ડાઇવર ગાડી છોડીને ભાગી છુટ્યો હતો.

કંડક્ટર ઝડપાતા તેણે જણાવ્યુ કે ભેંસો કતલખાને લઈ જવાતી હતી.
કંડકટર પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં કંડક્ટરના જણાવ્યા મુજબ એમા ભરી ભેસો કતલખાનામાં લઈ જવાતી હતી. ધાનપુર પોલીસે પ્રાણીકૃતા અધિનિયમ હેઠળ ગુનો દાખલ કર્યો છે.30,000ની એક લેખે 1,50,000 રુની ભેંસો અને 3,00,000રુની પીકઅપ મળી કુલ 4,50,000 રુનો મુદ્દામાલ જપ્ત કરવામા આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: