બોટાદ33 મિનિટ પહેલા
બોટાદ જિલ્લા ભાજપ નવ નિયુક્ત પ્રમુખ, જિલ્લા ભાજપ મહામંત્રી તેમજ જિલ્લા પ્રભારીનો સન્માનનો કાર્યક્રમ યોજાયો. જેમાં ખૂબ મોટી સંખ્યામાં જિલ્લાના કાર્યકરો અને આગેવાનો હાજર રહ્યા હતા. બોટાદ જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે ભીખુભાઈ વાઘેલાની જગ્યા પર ગુજરાત પ્રદેશ ભાજપ દ્રારા બોટાદ જિલ્લા પ્રમુખ તરીકે અરવિંદ વનાળિયા જિલ્લા ભાજપ મહામંત્રી તરીકે ગૌતમ ખસિયા તેમજ જિલ્લા પ્રભારી તરીકે અમોહભાઈ શાહની નયુક્તિ કરવામાં આવી.
બોટાદ જિલ્લા ભાજપ નવનિયુક્ત પ્રમુખ, મહામંત્રી તેમજ પ્રભારીની નિમણૂકને લઈ આજ રોજ બોટાદ નગરપાલિકા ટાઉનહોલ ખાતે સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બોટાદ જિલ્લાના અલગ અલગ મોરચાના હોદેદારો કાર્યકરો તેમજ જિલ્લા પંચાયત, નગરપાલિકા માર્કેટિંગ યાર્ડ સહિતના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહી નવનિયુક્ત હોદેદારોનું પુષ્પગુછ સહીત અલગ અલગ ભેટ આપી સન્માન કરવામાં આવ્યું.
બોટાદ જિલ્લા ભાજપ નવનિયુક્ત પ્રમુખ સહિત મહામંત્રી અને પ્રભારીના સન્માન કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય કિસાન મોરચાના મહામંત્રી બાબુભાઈ જેબલિયા, સુરેન્દ્રનગર પ્રભારી સુરેશ ગોધાણી તેમજ પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ ભીખુભાઈ વાઘેલા,બોટાદ શહેર ભાજપ પ્રમુખ ચંદુભાઈ પટેલ તેમજ મધુસુદન ડેરીના ચેરમેન ભોળાભાઈ રબારી ખાસ હાજર રહી નવનિયુક્ત હોદેદારોને શુભેચ્છા પાઠવી હતી.
