સ્વીપર મશીનની કામગીરી યોગ્ય ન હોઇ દરખાસ્ત મુલતવી રખાઇ | The proposal was postponed as the operation of the sweeper machine was not proper

વડોદરા28 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • ઇજારદાર સામે ડોર ટુ ડોરના ડેટામાં ગેરરીતિની તપાસ ચાલુ છે
  • 4 સ્વીપર મશીનના ઓએન્ડએમનો કોન્ટ્રક્ટ આપવાનો હતો

શહેરમાં પાલિકાની માલિકીના 4 રોડ સ્વીપર મશીનના ઓપરેશન અને મેન્ટેનન્સની કામગીરી માટેની આવેલી દરખાસ્તને મુલતવી રાખવામાં આવી છે. યોગ્ય રીતે સ્વચ્છતા નહિ કરવામાં આવતી હોવાની અને ફરિયાદો બાદ સ્થાયી સમિતિએ આ નિર્ણય લીધો હતો. જ્યારે આ જ ઈજારદાર સામે ડોર ટુ ડોર કચરો એકત્ર કરવાના ઇજારામાં તપાસ ચાલી રહી છે. પાલિકાએ 4 નંગ રોડ સ્વીપર મશીનના ઓપરેશન અને મેન્ટેનન્સનો ત્રિ-વાર્ષિક ઇજારો સ્થાયી સમિતિમાં આવેલા એપ્રિલ 2021થી ઇજારો 6 માસ માટે મંજુર કર્યો હતો. 30 મહિનાની સમય મર્યાદા એપ્રિલ 2022માં પૂર્ણ થતા ટેન્ડરિંગ કરવામાં આવ્યું હતું. જેમાં ઓમ સ્વચ્છતા કોર્પોરેશન અને મે પાવર લાઈન સેલ્સ એન્ડ સર્વિસ ઇજાદાના બીડ ક્વોલીફાઈ થઇ હતી.

જેમાં ઓમ સ્વચ્છતા કોર્પોરેશને 15.44% વધુ ભાવ સાથે કામ કરવાની સંમતિ દર્શાવતા એક વર્ષ માટેના કામના ઈજારાની દરખાસ્ત સ્થાયી સમિતિઓ આવી હતી. જો કે સ્વચ્છતાની કામગીરી યોગ્ય થતી ન હોવાની અનેક ફરિયાદો તંત્રને મળી હતી. તદુપરાંત તંત્ર કામગીરી માટે મેન પાવડર લેવાનું વિચારી રહ્યું છે. જેના પગલે દરખાસ્તને મુલતવી કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે ઇજારદાર ઓમ સ્વચ્છતા કોર્પોરેશન પશ્ચિમ વિસ્તારમાં ડોર ટુ ડોર કચરો એકત્ર કરવાનો ઇજારો ધરાવે છે અને તેના અને અન્ય એક ઇજારદાર વિરુદ્ધ મિસ પોઇન્ટ કરવા અને ડેટા ગુમ થવા બાબતેની તપાસ ચાલી રહી છે. ત્યારે પાલિકાએ આ દરખાસ્તને મુલતવી કરી હોવાનું પણ ચર્ચાઇ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે…

https://images.bhaskarassets.com/web2images/521/2020/11/dvb_1604320831.png

أحدث أقدم