વલસાડના સોનવાડા હાઇવે ઉપર પડેલા ખાડાઓનું રીપેરીંગ કામગીરી શરૂ કરાતા સરપંચોએ આપેલો વિરોધ પ્રદર્શન રદ્દ કરાયો | The protest given by the sarpanch against the commencement of pothole repair work on Valsad's Sonwada highway was cancelled.

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • The Protest Given By The Sarpanch Against The Commencement Of Pothole Repair Work On Valsad’s Sonwada Highway Was Cancelled.

વલસાડ24 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • સોનવાડા હાઇવે ઉપર એક જ પરિવારના 3 સભ્યોએ અકસ્માતમાં જીવ ગુમાવ્યો હતો

વલસાડ જિલ્લામાં પડેલા ભારે વરસાદને લઈને વલસાડના હાઇવે ઉપર રસ્તાઓ જર્જરિત બન્યા હતા. ત્યારે ખરાબ રસ્તાઓના અકસ્માતમાં એક જ પરિવારના 3 સભ્યોના મોત થયા હતા. જેને લઈને તાલુકાના સરપંચોએ આજ રોજ સોનવાડા હાઇવે ઉપર ખાડા પુરીને વિરોધ પ્રદર્શન કરવાની જાહેરાત કરી હતી. જોકે, હાઇવે ઓથોરિટી દ્વારા રસ્તા ઉપર પડેલા ખાડાઓ પુરવાની કામગીરી હાથ ધરતા તાલુકાના સરપંચો દ્વારા આપવામાં આવેલો વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ રદ્દ કરવામાં આવ્યો હતો.

વિરોધ પ્રદર્શનની ચીમકી ઉચ્ચારી હતી
વલસાડ જિલ્લામાં પડેલા ભારે વરસાદને લઈને વલસાડ હાઇવે જર્જરિત થયા હતા. જેને લઈને સોનવાડા હાઇવે ઉપર એક અકસ્માતમાં એક જ પરિવારના 3 સભ્યોનું મોત નીપજ્યું હતું. તે કેસમાં તાલુકાના સરપંચોએ વલસાડ જિલ્લા કલેક્ટર સહિત અગ્રણીઓને એક અવેદન પત્ર પાઠવીને હાઇવે ઉપર પડેલા ખાડાઓ દૂર કરવાની માંગ કરી હતી. સાથે જો તેમ નહીં કરવામાં આવે તો 22 ઓગષ્ટના રોજ તાલુકાના સરપંચો દ્વારા હાઇવે ઉપર પડેલા ખાડાઓ પુરીને પોતાનો વિરોધ પ્રદર્શન કરવાની ચીમકી આપી હતી. જેને લઈને વલસાડ હાઇવે ઉપર આજ રોજ વલસાડ તાલુકાન સરપંચ અગ્રણીઓ સોનવાડા હાઇવે ઉપર વિરોધ કરવા પહોંચ્યા હતા.

વિરોધ પ્રદર્શન રદ્દ કર્યો
હાઇવે ઓથોરિટી દ્વારા હાઇવે ઉપાએ પડેલા ખાડાઓ પુરવાની કામગીરી હાથ ધરતા જોવા મળ્યા હતા. જેથી વલસાડ તાલુકા સરપંચ સંઘના અગ્રણીઓએ તેમનો વિરોધ પ્રદર્શન રદ્દ કર્યો હોવાની જાહેરાત કરી હતી. હાઇવે ઉપર પડેલા ખાડાઓને લઈને વલસાડ હાઇવે ઉપરથી પસાર થતા લાખો વાહન ચાલકોની હાલત કફોલિ બની હતી. મુંબઈ અમદાવાદ અને અમદાવાદ મુંબઈ રોડ ઉપર રોજના લાખોની સંખ્યામાં વાહન ચાલકો ઉપયોગ કરતા હોય છે. તમામ વાહન ચાલકોને અકસ્માતની ભીતિ સર્જાતી હતી. હાઇવે ઓથોરિટી દ્વારા રસ્તા ઉપર પડેલા ખાડાઓ દૂર કરવાની કામગીરી હાથ ધરતા વાહન ચાલકોને પણ ઘણી રાહત મળશે તેમ સરપંચ અગ્રણીઓએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે…
أحدث أقدم