Monday, August 29, 2022

અમદાવાદના વેપારીને QR કોડ મોકલી OLX પર ખરીદીના બહાને 3 લાખ પડાવ્યા, રાજસ્થાની ગઠિયાની ધરપકડ | 3 lakh extorted by sending QR code to Ahmedabad businessman on the pretext of buying on OLX, Rajasthani Gathia arrested

અમદાવાદ16 મિનિટ પહેલા

  • કૉપી લિંક

OLX પર ખરીદી કરવાના બહાને અમદાવાદના વેપારીને ક્યુઆર કોડ મોકલીને સ્કેન કરીને 3.19 લાખની ઠગાઈ થઈ હતી જે મામલે સાયબર ક્રાઈમે તપાસ કરીને રાજસ્થાનના ભરતપુર જિલ્લામાં ચાલતું ફ્રોડ નેટવર્કનો પર્દાફાશ કરીને એક આરોપીની ધરપકડ કરી છે.

વેપારીએ સોફાસેટ વેચાણ માટે મૂક્યા હતા
અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં રહેતા એક વેપારીએ જુના સોફાસેટ OLX પર વેચાણ માટે મૂક્યું હતું. આ દરમિયાન આરોપીએ સોફાસેફ ખરીદવાની ઈચ્છા વ્યક્ત કરી કોલ કર્યો હતો અને પૈસાની ચૂકવણી માટે ક્યુઆર કોર્ડ મોકલ્યો હતો. વેપારી ક્યુઆર કોર્ડ સ્ક્રેન કરતાં 24,500 રૂપિયા કપાઈ ગયા હતા. જેથી ફરી આરોપી સંપર્ક કરતા આરોપી બારકોર્ડ સ્ક્રેનર મોકલ્યું હતું, જે વેપારી સ્ક્રેન કરતા 3.19 લાખ રૂપિયા બેંકમાં ટ્રાંન્સફર કરી દીધા હતા. ત્યારબાદ આરોપીએ ફોન સ્વીચ ઓફ કરી દેતા વેપારીએ સાયબર ક્રાઇમમાં ફરિયાદ દાખલ કરી હતી. જેમાં સાયબર ક્રાઇમે ટેક્નિકલ એનાલિસ્ટના આધારે આરોપી ધરપકડ કરી હતી

સાયબર ગઠિયો ધોરણ 12 પાસ
સાયબર ક્રાઈમ તપાસ કરીને રાજસ્થાનથી જબ્બરખાન મેઉ નામના આરોપીની ધરપકડ કરી છે. પકડાયેલો આરોપી જબ્બારખાન ધોરણ 12 પાસનો અભ્યાસ કર્યો છે અને રાજસ્થાનના ભરતપુર જિલ્લામાં જબ્બાર ઈમિત્ર નિમલા નામની ઓફીસ ખોલીને ઠગાઇનો વેપાર કરે છે. સાયબર ક્રાઇમની તપાસમાં છેતરપિંડી પૈસા આરોપી સ્પાઇસ મની વોલેટના આઈડી ઉપર આવેલા હતા. જે બાદ તપાસ કરતા ભરતપુર જીલ્લા આજુબાજુના ગામના યુવાનો OLX ફ્રોડ સાથે સંકળાયેલા હોવાનું તપાસમાં ખુલ્યું હતું. ફેક કોલ કરવાથી લઈને પૈસા ઉપાડવા જાય ત્યાં સુધીના તમામ શખ્સો ગુનાહિત કાવતરું રચી ગુન્હાને અંજામ આપવા માટે માઇક્રો એટીએમના મર્ચન્ટ સાથે મળી ગુન્હાને અંજામ આપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: