Monday, August 1, 2022

બાંધકામના કામોમાં R&D વિભાગ દ્વારા ચકાસણી, યુથ ફેસ્ટિવલ, મેડલ સહિતના મુદ્દાઓ પર ચર્ચા થશે | Issues including verification by R&D department in construction works, youth festival, medals will be discussed

અમદાવાદએક કલાક પહેલા

  • કૉપી લિંક
ફાઈલ ફોટો - Divya Bhaskar

ફાઈલ ફોટો

ગુજરાત યુનિવર્સિટીમાં આજે સિન્ડિકેટ અને એકેડેમિક કાઉન્સિલની બેઠક મળવાની છે.સિન્ડિકેટ બેઠકમાં આજે અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે જેમાં અગાઉ સિન્ડિકેટ મેમ્બરે બાંધકામના કામોમાં આર એન્ડ બી ડિપાર્ટમેન્ટ પાસે ચકાસણી કરવવા થયેલી રજુઆત,મેડલ,LIC, યુથ ફેસ્ટિવલ સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે.

આજની સિન્ડિકેટ બેઠક ઉગ્ર પણ થઈ શકે છે
ગુજરાત યુનિવર્સિટીમાં થયેલ બાંધકામના કામોને લઈને એક કન્સલ્ટન્ટના સમયમાં થયેલ કામોની R&D ડિપાર્ટમેન્ટમાં ચકાસણી કરવા સિન્ડિકેટ સભ્યએ રજુઆત કરી છે. જેને લઈને આજે સિન્ડિકેટ બેઠકમાં આ મુદા પર ખાસ ચર્ચા કરવામાં આવશે. આ મુદાઓને લઈને સિન્ડિકેટ બેઠક ઉગ્ર પણ થઈ શકે છે. સિન્ડિકેટ સભ્ય અને કુલપતિ વચ્ચે ચાલી રહેલ શીતયુદ્ધના કારણે આજની સિન્ડિકેટ બેઠકમાં હોબાળો પણ થઈ શકે છે.

4 લાખનું બજેટ હતું તે વધારીને 5.50 લાખ કરાયું
આ ઉપરાંત આજની સિન્ડિકેટ બેઠકમાં યુથ ફેસ્ટિવલ માટે જે 4 લાખનું બજેટ હતું તે વધારીને 5.50 લાખ સુધી કરવાની જોગવાઈ પર ચર્ચા કરવામાં આવશે.પદવીદાન સમારોહમાં મેડલ એનાયત કરવામાં આવે છે તેના પર ચર્ચા કરવામાં આવશે.એકેડેમિક કાઉન્સિલમાં નવા કોર્ષ માટેની મંજૂરી તથા અન્ય મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે…