Monday, August 1, 2022

શ્રાવણ મહિનાના પહેલા જ સોમવારે સુરતના શિવાલયો ‘બમ બમ ભોલે’ના નાદથી ગુંજ્યા, મંદિરોમાં જલાભિષેક સહિત પૂજા અર્ચના કરાઈ | On the first Monday of the month of Shravan, the Shivalayas of Surat resounded with the sound of 'Bam Bam Bhole', prayers including Jalabhishekam were performed in the temples.

સુરતએક કલાક પહેલા

  • કૉપી લિંક
મંદિરોમાં ભાવિકોને લઈને વિશેષ વ્યવસ્થા પણ કરવામાં આવી છે. - Divya Bhaskar

મંદિરોમાં ભાવિકોને લઈને વિશેષ વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

આજે પવિત્ર શ્રાવણ મહિનાનો પ્રથમ સોમવાર છે. ત્યારે સુરત શહેર સહિત જિલ્લાના તમામ શિવાલયો બમ બમ ભોલેના નાદથી ગુંજી ઉઠ્યા છે. સુરતના કર્મનાથ મંદિર, પાલના અટલ આશ્રમ, સિદ્ધકુટિર મહાદેવ સહિતના મંદિરોમાં વહેલી સવારથી ભાવિકોની ભીડ જોવા મળી રહી છે. મંદિરોમાં ભાવિકોને લઈને વિશેષ વ્યવસ્થા પણ કરવામાં આવી છે. સાથે જ મંદિરોમાં પણ ભગવાનની પૂજા અર્ચના માટે વિશેષ આયોજન કરવામાં આવ્યાં છે.

ભાવિકો બિલી પત્ર ચડાવ્યા
શહેરના શિવાલયોમાં સવારથી જ ભક્તોની ભારે ભીડ જામી છે. સવારથી અત્યાર સુધી મહાદેવ મંદિરમાં ભક્તોની લાંબી લાઇન લાગી છે. ભાવિકો પૂજા-પાઠ, દૂધ અભિષેક, બિલ્વીપત્ર ચડાવીને મહાદેવને પ્રસન્ન કરી રહ્યાં છે. તેમજ ઘણા ભાવિકોને પવિત્ર શ્રાવણ માસના પ્રથમ દિવસે ઉપવાસ હોવાથી પણ ભગવાનના દર્શન કરવા ઉમટ્યાં છે.

મંદિરોમાં વિશેષ આયોજન
મંદિરો દ્વારા શ્રાવણ માસને લઈને રોજે રોજ અલગ અલગ આયોજન કરવામાં આવતાં હોય છે. ત્યારે શ્રાવણ માસના સોમવારે ભગવાન શિવને વિશેષ શણગાર મંદિરોમાં કરવામાં આવ્યો છે. સાથે જ અલગ અલગ કાર્યક્રમો પણ મંદિર દ્વારા કરવામાં આવ્યાં છે.

અન્ય સમાચારો પણ છે…