Monday, August 15, 2022

Rain Update : ગુજરાતના અનેક જિલ્લાઓમાં મેઘરાજાની જમાવટ, ઉમરપાડામાં 3 અને મેઘરજમાં 2.5 ઇંચ વરસાદ, તો સુરત, નવસારી અને તાપીમાં પણ મેઘ મહેર | Rain Update Heavy rains in several districts of Gujarat 3 inches rain fell in Umarpada and 2.5 inches in Meghraj

સુરતના (Surat) માંગરોળમાં ધોધમાર વરસાદ (Rain) ખાબક્યો છે. વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસ્યો છે. બારડોલી સહિત પલસાણા કડોદરા પંથકમાં વરસાદ નોંધાયો છે.

Rain Update : ગુજરાતના અનેક જિલ્લાઓમાં મેઘરાજાની જમાવટ, ઉમરપાડામાં 3 અને મેઘરજમાં 2.5 ઇંચ વરસાદ, તો સુરત, નવસારી અને તાપીમાં પણ મેઘ મહેર

ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ

ગુજરાતમાં (Gujarat) આ વર્ષે મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. છેલ્લા એક અઠવાડિયાથી વરસાદી (Gujarat Rain) માહોલ જામ્યો છે. હવામાન વિભાગ દ્વારા આજે અને આવતીકાલે ભારે વરસાદની (Rain) આગાહી કરવામાં આવી છે. ત્યારે આગાહી મુજબ ગુજરાતમાં વિવિધ જગ્યાએ વરસાદ વરસી રહ્યો છે. દાહોદ, સુરત, નવસારી, તાપી, અમદાવાદ, અરવલ્લી જિલ્લામાં સારો એવો વરસાદ વરસ્યો છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ સારો એવો વરસાદ વરસ્યો છે. વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે.

સુરતમાં ધોધમાર

બીજી તરફ સુરતના માંગરોળમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસ્યો છે. બારડોલી સહિત પલસાણા કડોદરા પંથકમાં વરસાદ નોંધાયો છે. વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. ભારે વરસાદથી કામરેજ વિસ્તારમાં પાણી ભરાયા છે. કામરેજ ચાર રસ્તા નજીક સર્વિસ રોડ પર ભરાયા પાણી છે. સુરતના ઉમરપાડામાં 3 ઇંચ વરસાદ ખાબક્યો છે. ઉમરપાડાના જંગલ વિસ્તારમાં ભારે વરસાદના પગલે માંડવીના આમલી ડેમ માં પાણીની આવક વધી છે. પાણીની આવક વધતા આમલી ડેમના 6 ગેટ ખોલી 4688 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. નીચાણ વાળા વિસરોના 20 જેટલા ગામોને એલર્ટ કરાયા છે.

દાહોદમાં વરસાદ

હવામાન વિભાગની આગાહી અનુસાર વહેલી સવારથી કેટલાક વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. દાહોદના લીમડી, કારઠ, દેપાડા, કચુંબર, સીમળખેડી, દમેળા સહિતના વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગની બે દિવસની ભારે વરસાદની આગાહીના પગલે વહીવટ તંત્ર સતર્ક બન્યુ છે.

અરવલ્લી અને જુનાગઢમાં ધોધમાર

અરવલ્લી જિલ્લાના મેઘરજ અને મોડાસામાં પણ સારો એવો વરસાદ વરસ્યો છે. મેઘરજમાં અઢી ઇંચ વરસાદ ખાબક્યો છે. તો મોડાસામાં અડધો ઇંચ વરસાદ ખાબક્યો છે. જૂનાગઢના ભવનાથ વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ગિરનાર અને દાતારના જંગલમાં પણ ભારે વરસાદ છે. જુનાગઢ શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદી માહોલ છે.

નવસારી અને અમદાવાદમાં વરસાદ

નવસારી શહેર અને જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. નવસારી જિલ્લાના ગણદેવી, નવસારી, જલાલપુર, ચીખલી, ખેરગામ અને વાંસદા તાલુકામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. અમદાવાદ શહેર સાથે ધોળકા તથા ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ધોળકા શહેર તથા ગ્રામ્ય વિસ્તારના કેલિયા વાસણા , બહરખા, ચલોડા, ચંડીસર, આંબલીયારા, સરોડા ગામોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે.

ખેડા જિલ્લામાં વરસાદ

ખેડા જિલ્લામાં પણ મેઘરાજાની એન્ટ્રી થઇ છે. મહેમદાવાદ, ખાત્રજ, વિરોલ, પરસાંતજ, નડિયાદ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.

Related Posts: