- ગુજરાતી સમાચાર
- સ્થાનિક
- ગુજરાત
- રાજકોટ
- રાજકોટમાં આજી નદીના કિનારે આવેલા રામનાથ મહાદેવ મંદિરે વહેલી સવારથી જ ભક્તોનો ધસારો, બમ બમ ભોલેના નાદથી ગુંજી ઉઠ્યો હતો.
રાજકોટ26 મિનિટ પહેલા
- કૉપી લિંક

રામનાથ મહાદેવ મંદિરમાં આજે વહેલી સવારથી ભાવિકોનો વધતો પ્રવાહ.
આજે પવિત્ર શ્રાવણ માસનો પ્રથમ સોમવાર છે. ત્યારે દેવાધિદેવ મહાદેવજીની કૃપા મેળવવા માટે શ્રેષ્ઠ દિવસ માનવામાં આવે છે. આ દિવસે શિવાલયોમાં વિશિષ્ટ આયોજન કરવામાં આવે છે. જ્યોતિષ અનુસાર, ખાસ કરીને આ દિવસે દિવાદિદેવ શિવજીની વિશિષ્ટ રીતે પૂજા-અર્ચના કરવાથી આરોગ્ય પ્રાપ્તી તથા આકસ્મિક અકસ્માતથી પણ બચી શકાય છે. આ સિવાય શિવાલયમાં બેસીને ‘ઓમ્ નમ: શિવાય’ મંત્રની 11 વખત માળા પણ કરી શકાય છે. ત્યારે આજે રાજકોટના આજી નદીના કાંઠે સ્વયંભૂ રામનાથ મહાદેવ મંદિર ખાતે વહેલી સવારથી ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. તેમજ ‘બમ બમ ભોલે’ના નાદથી મંદિર ગુંજી ઉઠ્યું છે.

રામનાથ મહાદેવ મંદિરે ભાવિકોમાં દર્શન અને પૂજા માટે અનેરો ઉત્સાહ
ભાવિકો શિવજીના પૂજન-અર્ચનમાં લીન થયા
આજે પ્રથમ સોમવારે વહેલી સવારથી મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા છે. તેમજ શિવજીનું પૂજન-અર્ચન કરવામાં આવી રહ્યું છે. રાજકોટમાં સ્વયંભૂ રામનાથ મહાદેવ મંદિરે શ્રાવણ મહિનામાં ભક્તોની ભારે ભીડ ઉમટી પડે છે. છેલ્લા કેટલાય સમયથી કોરાનાકાળને લઈને ભક્તોની સંખ્યા ઘટી હતી. પરંતુ હવે ફરી ભક્તોનું ઘોડાપૂર મંદિરમાં જોવા મળી રહ્યું છે.

રાજકોટનું ઐતિહાસિક રામનાથ મહાદેવ મંદિર પર શ્રદ્ધાળુઓનો પ્રવાહ.
ભાદર 1 ડેમના કાંઠે બિરાજતા ધાંધલેશ્વર મહાદેવ મંદિરે શિવભક્તો ઉમટ્યા
નાઆજે પ્રવિત્ર શ્રાવણ માસનો પ્રથમ સોમવાર હોવાથી સમગ્ર રાજકોટ જિલ્લાના શિવાલયો તેમજ શિવ મંદિરોમા શિવભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. ત્યારે સૌરાષ્ટ્રના સૌથી મોટા બીજા નંબરના ભાદર 1 ડેમના કાંઠે ટેકરા ઉપર બિરાજતા શ્રી ધાંધલેશ્વર મહાદેવ મંદિર ખાતે પણ પ્રથમ સોમવારે શિવભક્તો મહાદેવના દર્શન કરવા ઉમટ્યા છે. મંદિરના મહંત હનુમાનદાસ બાપુ દ્વારા દર્શન કરવા આવેલા ભાવિકોને આયુર્વેદિક ઔષધીઓથી બનાવેલ કાવો પ્રસાદરૂપે આપવામાં આવે છે. મંદિરની બન્ને બાજુ ભાદર નદીનું વહેણ વચ્ચે કુદરતી લીલાછમ વૃક્ષોની વચ્ચે ભાવિકો શિવભક્તિમાં લીન થઈને મહાદેવને શિશ ઝુકાવી ધન્યતાની અનુભૂતિ કરી રહ્યા છે.

ભાદર 1 ડેમના કાંઠે ધાંધલેશ્વર મહાદેવ મંદિરમાં ભાવિકો શિવજીની ધૂનમાં લીન થયા.
આટકોટમાં નર્મદેશ્વર મહાદેવ મંદિરે ભાવિકો ઉમટ્યા
આટકોટમાં ભાદર નદીના કાંઠે બિરાજમાન નર્મદેશ્વર મહાદેવ મંદિરે આજે વહેલી સવારથી ભક્તજનો ઉમટી પડ્યા છે. મહાદેવની પૂજા-અર્ચના કરી મહાઆરતીનો લાહવો પણ લીધો હતો. તેમજ હર હર મહાદેવના નાદથી શિવાલય ગુંજી ઉઠ્યું છે. ત્રણ સમય આરતીનો લાભ અને શણગાર કરવામાં આવ્યો છે. મંદિરના વિજયનાથ બાપુએ જણાવ્યું હતું કે, આખો શ્રાવણ માસ દાદાની પૂજા કરવા ભક્તજનો ઉમટી પડે છે. આજે પ્રથમ સોમવારે વહેલી સવારથી જ ભક્તો પહોંચી ગયા છે. ભાદર નદી કાંઠે બિરાજમાન નર્મદેશ્વર મહાદેવનું વર્ષો જૂનું મંદિર છે.