ગાંધીનગરની સગીરાને લલચાવી ફોસલાવી સ્કૂલેથી રીક્ષા ચાલકે અપહરણ કર્યુ, ગણતરીનાં કલાકોમાં પોલીસે ઝડપી પાડ્યો | A rickshaw driver kidnapped from Gandhinagar school by luring a minor, was caught by the police in a matter of hours.

ગાંધીનગર28 મિનિટ પહેલા

  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar

પ્રતિકાત્મક તસવીર

  • ધોરણ – 9 માં અભ્યાસ કરતી સગીરાને પરણિત યુવકે પ્રેમજાળમાં ફસાવી હતી

ગાંધીનગરની સગીરાને દિલ્હીના યુવકે સોશિયલ મિડિયાના માધ્યમથી સંપર્કમાં આવી પ્રેમજાળમાં ફસાવી સ્કૂલેથી ભાગી જવાની ઘટનાની શાહી સુકાઈ નથી. એવામાં સેક્ટર- 13ની ધોરણ – 9 માં ભણતી સગીરાને લલચાવી ફોસલાવી પાડોશી રીક્ષા ચાલક યુવક સ્કૂલથી અપહરણ કરીને નાસી ગયો હતો. જોકે, ગણતરીના કલાકોમાં સેક્ટર – 7 પોલીસે યુવકની ધરપકડ કરીને પોક્સો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
દિલ્હીનો યુવક પણ સગીરાને ભગાડી ગયો હતો
ગાંધીનગરમાં ધોરણ 9માં અભ્યાસ કરતી સગીરા દિલ્હીના યુવકની સાથે સોશિયલ મીડિયા થકી સંપર્કમાં આવી અને યુવકના પ્રેમમાં પડી સ્કૂલમાંથી ભાગી હતી. જે નેપાળ બોર્ડર પાર કરે તે પહેલા પોલીસે બચાવી લઈ સગીરાને સોંપી દેવામાં આવી હતી. આ ઘટનાની શાહી હજી સુકાઈ નથી એવામાં સેકટર – 13 ખાતે રહેતી સગીરાનું સ્કૂલથી અપહરણ કરીને રીક્ષા ચાલક ભાગી ગયો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.
પરણિત યુવકે સગીરાને પ્રેમના પાઠ ભણાવ્યા
ગાંધીનગરના સેક્ટર – 13 માં રહેતી ધોરણ – 9 માં અભ્યાસ કરતી સગીરાને પાડોશી પરણિત યુવક સાથે ઘણા લાંબા સમયથી પરિચય થયો હતો. એકબીજાની પાડોશમાં રહેતા હોવાથી સગીરાના પરિવારજનો પણ આ બાબતને સહજતાથી લેતાં હતાં. જોકે, પરણિત યુવકે સગીરાને પ્રેમના પાઠ એવા ભણાવ્યા કે સગીરા તેની લોભામણી વાતોમાં આવી ગઈ હતી.
​​​​​​​સગીરા ઘરેથી સ્કૂલ જવાનું કહીને નીકળી હતી
ગઈકાલે સગીરા ઘરેથી સ્કૂલ જવાનું કહીને નીકળી હતી. પરંતુ તે સ્કૂલે પહોંચી નહીં હોવાની જાણ સગીરાની માતાને થઈ હતી. આથી પરિવારજનો સગીરાને શોધવા નીકળ્યા હતા. આ તરફ પાડોશી રીક્ષા ચાલક યુવકનો પણ કયાંય પત્તો લાગતો ન હતો. ઘણા કલાકો સુધી શોધખોળ કરવા છતાં બંનેનો કયાંય પત્તો નહીં લાગતાં સગીરાએ પોલીસનો સંપર્ક કર્યો હતો.
પાડોશી રીક્ષા ચાલકે લલચાવી ફોસલાવીને સ્કૂલથી અપહરણ કર્યું
આ દરમિયાન પાડોશી યુવક સગીરાને કલાકો પછી ઘર આગળ રિક્ષામાં ઉતારીને રવાના થઈ ગયો હતો. જે સગીરાની માતા જોઈ ગઈ હતી. આથી સગીરાની સામે લાલ આંખ કરીને તેની માતાએ પૂછતાંછ કરતાં પાડોશી રીક્ષા ચાલક લલચાવી ફોસલાવીને સ્કૂલથી અપહરણ કરીને લઈ હોવાની હકીકત તેણીએ વર્ણવી હતી. આ અંગે સેક્ટર – 7 પીઆઈ પી બી ચૌહાણે જણાવ્યું હતું કે, યુવક પરણિત છે. જેણે સગીરાને લલચાવી ફોસલાવી સ્કૂલથી રિક્ષામાં અપહરણ કર્યું હતું. જેની ગણતરી ના કલાકોમાં ધરપકડ કરી પોકસો એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post