અરવિંદ કેજરીવાલે 3000 રૂપિયાનું સૂપ પીધુ, કેજરીવાલના શાહી ખર્ચાના સમાચાર વાળો વિડીયો થયો વાયરલ | Arvind Kejriwal drank 3000 rupees soup, the video with the news of Kejriwal's royal expenses went viral

આરટીઆઈ દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, રૂમનું ભાડું, ખાવા-પીવાનો ખર્ચ, કેટલા મહેમાનો હતા વગેરેની માહિતી આપવામાં આવી છે.

અરવિંદ કેજરીવાલે 3000 રૂપિયાનું સૂપ પીધુ, કેજરીવાલના શાહી ખર્ચાના સમાચાર વાળો વિડીયો થયો વાયરલ

અરવિંદ કેજરીવાલ, દિલ્હી-સીએમ (ફાઇલ ફોટો)

15 જૂને દિલ્હીના મુખ્યમંત્રી પંજાબ ગયા હતા. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal)અને પંજાબના (punjab) સીએમ ભગવંત માન સહિત AAPના અનેક નેતાઓએ જલંધરથી ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ સુધી ‘લક્ઝરી’ બસને લીલી ઝંડી બતાવી હતી. મળતી માહિતી મુજબ, આ કાર્યક્રમમાં હાજરી આપવા આવેલા કેજરીવાલ એક હોટલમાં રોકાયા હતા અને હોટેલે લાખો રૂપિયાનું બિલ જિલ્લા પ્રશાસનને સોંપ્યું હતું.

જેમાં છ રૂમ માટે રૂ. 1.37 લાખ અને 38 લંચ બોક્સ માટે રૂ. 80,712નો સમાવેશ થાય છે. આ બિલમાં અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન ઉપરાંત દિલ્હી AAP નેતાઓનો પ્રવાસ ખર્ચ પણ સામેલ છે. રાજકીય વ્યક્તિના બિલ ચૂકવવા એ જિલ્લા વહીવટીતંત્ર માટે પડકાર બની શકે છે.

બિલમાં અરવિંદ કેજરીવાલના રૂમ અને રૂમ સર્વિસ માટે રૂ. 17,788 અને ભગવંત માનના રૂમ અને રૂમ સર્વિસ માટે રૂ. 22,836નો સમાવેશ થાય છે. તે જ સમયે, દિલ્હીના પરિવહન મંત્રી કૈલાશ ગેહલોત માટે 15,460 રૂપિયા, પરવેશ ઝા માટે 22,416 રૂપિયા, રામ કુમાર ઝા માટે 50,902 રૂપિયા અને દિલ્હીના મુખ્યમંત્રીના ખાનગી સચિવ બિભવ કુમાર માટે 8,062 રૂપિયાના ખર્ચનો બિલમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

જિલ્લા મહેસૂલ અધિકારીએ જણાવ્યું હતું કે, આ કાર્યક્રમ પાછળ કેટલો ખર્ચ થયો છે તેની અન્ય કોઈ માહિતી ડેપ્યુટી કમિશનરની કચેરી પાસે ઉપલબ્ધ નથી. આ ઇવેન્ટ માટે કોઈ ભંડોળ બહાર પાડવામાં આવ્યું નથી. તે જ સમયે, ડેપ્યુટી કમિશનર જસપ્રીત સિંહે કહ્યું કે તેમને આ બાબત અને હોટલ દ્વારા મોકલવામાં આવતા બિલની જાણ નથી. તે બિલ જોયા પછી જ કંઈક કહી શકશે.

તમને જણાવી દઈએ કે એક મીડિયાના અહેવાલ અનુસાર આ માહિતી આરટીઆઈ દ્વારા મેળવી છે, જેમાં રૂમનું ભાડું, ખાવા-પીવાનો ખર્ચ, કેટલા મહેમાનો હતા વગેરે વિશે માહિતી આપવામાં આવી છે. આના દ્વારા એક બિલની તસવીર પણ સામે આવી છે, જેમાં એક સૂપની કિંમત લગભગ 3059 રૂપિયા હોવાનું કહેવાય છે.


સોશિયલ મીડિયા પર યુઝર્સ કોમેન્ટ કરી રહ્યા છે

હાલ આ સમાચારને પગલે સોશિયલ મીડિયામાં અરવિંદ કેજરીવાલને વિવિધ યુઝર્સ ટોણો મારી રહ્યા છે. રાહુલ નામના યુઝરે લખ્યું છે કે પંજાબની તિજોરી ભલે ખાલી છે પરંતુ નેતાઓ માટે આનંદ માણવા માટે તે હંમેશા ખુલ્લું છે. રાજ ગોસ્વામી નામના યુઝરે લખ્યું કે, હાર્ડકોર ઈમાનદાર, સામાન્ય માણસ અને તેઓ રાજકારણ બદલવા આવ્યા હતા.

Previous Post Next Post