Tuesday, August 2, 2022

પાટણમાં રસ્તાઓ બિસ્માર હાલતમાં, સ્ટ્રીટ લાઇટો પણ બંધ, તાજીયા જુલુસ પહેલાં સમસ્યાનું નિવારણ લાવવા માંગ | Roads in poor condition in Patan, street lights also off, demand to solve problem before Tajiya Julus

પાટણએક કલાક પહેલા

  • કૉપી લિંક
  • વોર્ડ નંબર 10ના કોર્પોરેટર શમીમબાનું સુમરાએ પાલિકા પ્રમુખને રજૂઆત કરી

પાટણમાં તાજીયા જુલુસ દરમિયાન ઝુલુસના રૂટના રોડ રસ્તા બિસ્માર હાલતમાં છે તેમજ સ્ટ્રીટ લાઈટો બંધ છે, સાથે સાથે જર્જરિત મકાનો અને વૃક્ષો જે નમી પડેલા છે તેનો તાત્કાલિક ધોરણે નિકાલ કરવામાં આવે, રોડ રસ્તાઓનું પેચવર્ક કરવામાં આવે અને મુખ્ય સમસ્યા એવી રસ્તે રખડતા ઢોરોને પાંજરે પુરવામાં આવે તેવી માંગણી પાટણ નગરપાલિકાના વોર્ડ નંબર 10ના કોર્પોરેટર શમીમબાનું સુમરા દ્વારા નગરપાલિકાના પ્રમુખને કરવામાં આવી હતી.

8 ઓગષ્ટની રાતને કતલની રાત મનાવવામાં આવશે
ઇસ્લામ ધર્મના સ્થાપક મહંમદ પયગમ્બર સાહેબના દોહીત્ર હજરત ઇમામ હુસૈન (ર.દી) એ માનવતાના મૂલ્યો કાજે દુરાચારી ચજીદ સામે ઝૂકયા વિના પોતાના 72 અનુયાયીઓ સાથે શહાદત વ્હોરી હતી. જેઓની યાદમાં મુસ્લિમ સમાજ દ્વારા મોહરમ પર્વ ઉજવાય છે. પાટણ શહેરમાં મોહરર્મ નિમિત્તે તાજીયા જુલુસ નીકળે છે જે અંતર્ગત તારીખ 8 ઓગષ્ટની રાત્રીએ કતલની રાત મનાવવામાં આવશે અને 9 મીએ યવમ-એ-આશુરા ઉજવવામાં આવશે., જેને ધ્યાને લઇ વર્ષોની પરંપરા મુજબ પાટણમાં કતલની રાત્રી તેમજ યવમે આશુરાના દિવસે તાજીયા ઝુલુસ નીકળશે.

પાલિકા પ્રમુખે ખાત્રી આપી
પાટણ નગરપાલિકાના વોર્ડ નંબર 10ના કોર્પોરેટર શમીમબાનું સુમરા દ્વારા માંગણી કરાતાં પ્રમુખે તાજીયા ઝુલુસ પહેલા અને ઝુલુસ દરમિયાન આ સમસ્યાઓ હલ કરવાની ખાત્રી આપી હતી. આ રજૂઆતમાં શમીમબાનું સુમરાની સાથે શહેર કોંગ્રેસ પ્રમુખ ભરત ભાટિયા, યાસીન સુમરા, ઉસ્માન શેખ, યાસીન મીરા, નજીરભાઇ વગેરે હાજર રહ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: