Sunday, August 21, 2022

એક પ્રોજેક્ટમાં સાથે જોવા મળશે સારા અલી ખાન અને જાહ્નવી કપૂર, 'હાઉસ ઓફ ધ ડ્રેગન' સાથે છે કનેક્શન | Sara Ali Khan and Janhvi Kapoor will be seen together in a project

સારા અલી ખાન (Sara Ali Khan) અને જાહ્નવી કપૂર (Janhvi Kapoor) ખૂબ જ સારા મિત્રો છે અને હવે તે બંને એક પ્રોજેક્ટમાં સાથે આવવાના છે, જેનો વીડિયો બંનેએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે.

એક પ્રોજેક્ટમાં સાથે જોવા મળશે સારા અલી ખાન અને જાહ્નવી કપૂર, 'હાઉસ ઓફ ધ ડ્રેગન' સાથે છે કનેક્શન

Sara-Ali-Khan-And-Janhvi-Kapoor

બોલિવૂડ એક્ટ્રેસ સારા અલી ખાન (Sara Ali Khan) અને જાહ્નવી કપૂર (Janhvi Kapoor) ઓફ સ્ક્રીન પર ખૂબ જ સારા મિત્રો છે. લોકોને પણ બંનેની જોડી ખૂબ જ પસંદ આવે છે. હાલમાં જ બંને કરણ જોહરના ફેમસ ચેટ શો ‘કોફી વિથ કરણ’ની સાતમી સીઝનમાં સાથે જોવા મળ્યા હતા અને હવે બંને ફરી ઓનસ્ક્રીન પર સાથે જોવા મળવાના છે. પહેલા સારાએ એક તસવીર શેયર કરી હતી, જેમાં તે જાહ્નવી સાથે શોક્ડ પોઝમાં જોવા મળી હતી. હવે સારાએ એક વીડિયો તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેયર કર્યો છે.

સારાએ શેયર કર્યો ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો

આ વીડિયોમાં બંને એકબીજા સાથે ટાઈમ સ્પેન્ડ કરતા જોવા મળી રહ્યા છે. આ વીડિયો ડિઝની પ્લસ હોટસ્ટારના શો ‘હાઉસ ઓફ ડ્રેગન’ સાથે કનેક્શન ધરાવે છે. ડિઝની પ્લસ હોટસ્ટાર પર ‘ગેમ્સ ઓફ થ્રોન્સ’નો પ્રિક્વલ શો ‘હાઉસ ઓફ ધ ડ્રેગન’ પ્રીમિયર થશે. આ શોને લઈને લોકોમાં ઘણો ક્રેઝ જોવા મળે છે. આ વીડિયો શેયર કરતા સારા અલી ખાને તેના કેપ્શનમાં લખ્યું, ‘@janhvikapoor તમે GoTના ફેન છો પણ શું તમે નથી જાણતા કે ‘હાઉસ ઓફ ધ ડ્રેગન’ એકદમ નવો શો છે! અને હું કાલે જોવા માટે રાહ જોઈ શકતી નથી.’

અહીં જુઓ બંનેનો આ લેટેસ્ટ વીડિયો

બંને વચ્ચે જોવા મળી રહી છે શાનદાર કેમેસ્ટ્રી

આ વીડિયોની શરૂઆતમાં સારા જોરથી ચીયર્સ કરે છે, જેના પર જાહ્નવી ડરી જાય છે. સારા અલી ખાન પણ આ શોને લઈને ખૂબ જ એક્સાઈટેડ જોવા મળી રહી છે. ત્યારપછી જાહ્નવી કપૂર ‘ગેમ્સ ઓફ થ્રોન્સ’ સાથે જોડાયેલા કેટલાક સવાલો સાથે સારા અલી ખાનને તેનું જ્ઞાન આપવાનું શરૂ કરે છે, જેના પર સારા પણ જાહ્નવી સાથે વાત કરવાનું બંધ કરી દે છે. આ વીડિયોમાં બંને એકબીજા સાથે એકદમ કમ્ફર્ટેબલ જોવા મળી રહ્યા છે. આ વીડિયો લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. અત્યાર સુધીમાં આ વીડિયોને લગભગ 4 લાખ લોકોએ લાઈક કર્યો છે.

એક સાથે શેયર કરી હતી એક તસવીર

આગલા દિવસે સારાએ જાહ્નવી કપૂર સાથેની એક તસવીર પણ શેયર કરી હતી, જેના કેપ્શનમાં સારાએ લખ્યું હતું કે, ‘સાથે ઘણી હોટ કોફી પીધા પછી, હવે કો-સ્ટાર તરીકે સાથે શૂટિંગ કરી રહ્યા છીએ.’ આ જોઈને લોકો અનુમાન લગાવવા લાગ્યા કે બંને છે ટૂંક સમયમાં કોઈ પ્રોજેક્ટમાં સાથે જોવા મળશે.

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.