રાજકોટ9 મિનિટ પહેલા
આજી ડેમમાં જવાનોના અવનવા કરતબો.
દેશમાં આઝાદીના 75 વર્ષની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી રહી છે. જેમાં આજથી 3 દિવસ ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત દેશવાસીઓ પોતાના ઘર ઉપર તિરંગો લહેરાવી રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરી રહ્યા છે. ત્યારે આજે રાજકોટ શહેરમાં SRP જૂથ 13ના SDRF ટીમનાં જવાનો અને અધિકારીઓ દ્વારા આજી ડેમ ખાતે બોટિંગ અને સ્વિમિંગ કરી તિરંગો લહેરાવી અનવના કરતબો કર્યા હતા.
રાજકોટમાં ‘હર ઘર તિરંગા’ અભિયાન વેગવંતુ બન્યું
‘હર ઘર તિરંગા’ અભિયાનને આગળ વધારવા માટે ઠેર ઠેર તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. બીજી તરફ રાજકોટ શહેરના આજી ડેમ ખાતે આજ રોજ ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત રાજકોટ SRP જૂથ 13ની SDRF ટીમના જવાનો અને અધિકારીઓ દ્વારા અનોખી ઉજવણી કરવામાં આવી હતી. આજ રોજ SDRF ટીમ દ્વારા આજી ડેમ ખાતે બોટિંગ તેમજ સ્વિમિંગ કરી હાથમાં તિરંગો લહેરાવી આજના દિવસની અનોખી ઉજવણી કરી હતી.

જવાનાઓએ બોટિંગ કરી અવનવા કરતબો કર્યા.
SDRFના જવાનોએ સહેલાણીઓના દિલ જીતી લીધા
રાજકોટ SDRF ટીમના DYSP એસ.એન. ગોહિલે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારની સૂચનાના પગલે આજે સમગ્ર દેશમાં ‘હર ઘર તિરંગા’ અભિયાનની ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે આજ રોજ કુદરતી આફત સમયે લોકોની વ્હારે આવી લોકોના જીવ બચાવતી SDRFની ટીમ દ્વારા આજી ડેમમાં બોટિંગ તેમજ સ્વિમિંગ કરી હાથમાં તિરંગો લહેરાવી આ અભિયાનની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. આ સમયે SDRFના જવાનો દ્વારા પાણીની અંદર હાથમાં ઉપર તિરંગો લહેરાવી અવનવા કરતબો રજૂ કરી ડેમ ખાતે ફરવા આવતા સહેલાણીઓના દિલ જીતી લીધા હતા અને રાષ્ટ્રભક્તિનો માહોલ સર્જી દીધો હતો.

મોટી સંખ્યામાં લોકો જવાનોના કરબતો જોવા ઉમટ્યા.